Site icon Revoi.in

હાથરસ ગેંગરેપ કેસ, પીડિતાનું નિવેદન અને આરોપીઓના વૈજ્ઞાનિક પરીક્ષણ સીબીઆઈ પાસે મહત્વનો પુરાવો

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં મહિલા ઉપર સામુહિક બળાત્કારના ચકચારી કેસમાં સીબીઆઈ દ્વારા ચારેય આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. પીડિતાએ તા.22મી સપ્ટેમ્બરના રોજ આપેલું અંતિમ નિવેદન મહત્વપૂર્ણ રહ્યું છે. આ ઉપરાંત અલીગઢ જેલમાં બંધ ચારેય આરોપીઓના કરાવવામાં આવેલા બ્રેઈન મેપિંગ અને પોલિગ્રાફિક ટેસ્ટમાં કેટલાક મહત્વના પુરાવા મળ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાથરસ ગેંગરેપ કેસની પીડિતાનું ગત તા. 22મી સપ્ટેમ્બરના રોજ પીડિતાએ એએમયુ ટ્રામા સેન્ટરમાં આપેલુ નિવેદન મહત્વનું સીબીઆઈ માટે રહ્યું છે. આ નિવેદનમાં ચારેય આરોપીઓ સામે બળાત્કાર અને શારીરિક હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ નિવેદન બાદ હાથરસ પોલીસે ચારેય આરોપીઓ સામે સામુહિક બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. તા. 30મી સપ્ટેમ્બરના રોજ પીડિતાનું મોત થયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યાં બાદ સીબીઆઈએ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

સીબીઆઈએ લગભગ 69 દિવસની તપાસ બાદ આરોપીઓ સામે આરોપનામુ દાખલ કર્યો હતો. સીબીઆઈએ આ કેસમાં અલીગઢ જેલમાં બંધ ચારેય આરોપીઓના ગુજરાતના ગાંધીનગરમાં બ્રેઈન મેપીંગ અને પોલીગ્રાફિક ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં સીબીઆઈને કેટલાક મહત્વના પુરાવાઓ મળી આવ્યાં હતા. આ ઉપરાંત આરોપીઓના ઘરે પણ સીબીઆઈને કેટલાક અન્ય પુરાવાઓ મળ્યાં હતા. સીબીઆઈએ સમગ્ર પ્રકરણમાં આરોપનામુ દાખલ કર્યાં બાદ હવે આગામી દિવસોમાં આરોપીઓ સામે ચાર્જફેમ કરવામાં આવશે.