કેટલાક લોકોને એવી આદત પણ હોય છે કે તે સવારે ઉઠે, બ્રશ કરે, ફ્રેશ થાય અને પછી ફરીવાર સૂઈ જતા હોય છે. આ વાત તેમને સામાન્ય લાગતી હોય છે પણ આ આદત કે ટેવની અવગણના કરવી જોઈએ નહીં અને તેને દુર કરવા માટે કેટલાક પગલા તાત્કાલિક લેવા જોઈએ.
આ આદતને દુર કરવા માટે સૌથી પહેલા તો આ સ્ટેપ લેવુ જોઈએ કે એલાર્મ ઘડિયાળને દૂર રાખો, જો વહેલા ઉઠવા માટે એલાર્મ ઘડિયાળ કે મોબાઈલનો ઉપયોગ કરવો પડે છે તો બેડથી દૂર રહો. ઘણીવાર લોકો એટલી ઊડી નિંદ્રામાં હોય છે કે ક્યારે તેઓ એલાર્મને બંધ કરી નાખે છે કે તેઓ પોતે જાણતા નથી.
આ ઉપરાંત મોબાઈલનો ઉપયોગ ન કરો કારણ કે ઘણીવાર લોકો મોડી રાત સુધી ફોનમાં જ વ્યસ્ત રહે છે. આ આદત તમારી ઊંઘની દિનચર્યામાં ખલેલ પહોંચાડી શકે છે. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા પણ થઈ શકે છે.
સવારે ઉઠીને બ્રશ કર્યા પછી જો તરત ચા અથવા કોફી પીવામાં આવે અથવા તેનું સેવન કરો તો પણ આ આદતને બદલી શકાય છે.