Site icon Revoi.in

રાત્રીના સમયમાં માથામાં તેલ નાખીને સુવાની આદત છે? તો ચેતી જજો

Social Share

દિકરીઓ જ્યારે નાની હોય ત્યારે તેમની મમ્મી તેમનું સૌથી વધારે ધ્યાન રાખતી હોય છે. તેના વાળથી લઈને નખ સુધી તમામ વસ્તુનો ખ્યાલ મમ્મી દ્વારા રાખવામાં આવતો હોય છે. દરેક સ્ત્રીને પોતાના વાળ સૌથી વધારે પસંદ હોય છે અને તેનું ધ્યાન રાખવા માટે તેઓ અનેક પ્રકારની કાળજી રાખતા હોય છે.

આવામાં જાણકારો કહે છે કે જે લોકો રાત્રીના સમય પર વાળમાં તેલ નાખવાનું પસંદ કરે છે ખાસ કરીને સ્ત્રીઓ, તો તેમણે કેેટલીક વાતોને જાણી લેવી જોઈએ. કારણ કે રાત્રીના સમયે વાળમાં તેલ નાખવાથી પણ નુક્સાન થઈ શકે છે.

જાણકારોના કહેવા પ્રમાણે લાંબા સમય સુધી વાળમાં તેલ રાખવાનો ગેરલાભ એ છે કે તમારા માથામાં ફોલ્લી થઈ શકે છે. માથામાં કુદરતી રીતે પણ થોડું તેલ બને છે અને જો તે લાંબા સમય સુધી બહારના તેલ સાથે ભળી જાય છે, તો તે માથામાં ફોલ્લીઓનું કારણ બને છે. વાળમાં આખી રાત તેલ રાખવું ક્યારેક મોંઘુ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે તેલના કારણે વાળમાં જે માટી જમા થાય છે તેના કારણે વાળ ખરવા લાગે છે. વાળમાં તેલ લગાવ્યાના એક કલાક પછી વાળ ધોઈ લેવા જોઈએ.

આ ઉપરાંત ડેન્ડ્રફ પણ વધે છે અને એવું માનવામાં આવે છે કે આખી રાત વાળમાં તેલ રાખવાથી માથામાં ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. એક સમયે તે ડેન્ડ્રફનું સ્વરૂપ લે છે. આવી ભૂલ કરવાથી બચો.