દહીં એક એવી વસ્તું છે કે તે કેટલાક લોકોને ખાંડની સાથે ભાવે છે, તો કેટલાક લોકો શાકની સાથી મિક્સ કરીને ખાતા હોય છે, આમ તો ઘરમાં દહીનો અનેક રીતે ઉપયોગ કરતા હોય છે પરંતુ આજે અમે તમને એ જણાવીશું કે આ વસ્તુને જો તમે એક વાર દહીં સાથે મિક્સ કરીને ખાશો તો મન ખુશ થઈ જશે.
જો વાત કરવામાં દહીને કેટલીક વસ્તુ સાથે મિક્સ કરીને ખાવાના ફાયદા વિશેની તો સૌથી પહેલા એક વાર દહીં અને ઘી મિક્સ કરીને ખાવું જોઈએ, કારણ કે દહીં અને ઘીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. દહીં અને ઘી એકસાથે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેને ખાવાથી ઈન્ફેક્શનથી થતા રોગો સરળતાથી તમને ઘેરી નહી શકે અને તે રોગો સામે લડવામાં મદદ કરે છે.
આ ઉપરાંત દહીં અને ઘી સાથે ખાવાથી ભૂખ વધે છે. જો કોઈ વ્યક્તિ કમજોર છે તો તેણે દરરોજ ઘી અને દહીંના મિશ્રણનું સેવન કરવું જોઈએ. દહીં અને ઘી સાથે ખાવાથી ભૂખ વધે છે વધુ ભોજન કરવાથી નબળાઈ પણ દૂર થાય છે અને વજન પણ વધે છે. બાળકોને દહીં અને ઘી ખવડાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ઉલ્લેખનીય છે કે જો યોગ્ય રીત ખબર હોય તો ડેરી પ્રોડક્ટ ઘણા પ્રકારની બિમારીઓને દૂર કરી શકે છે. દૂધની બનાવટો એટલે કે ડેરી ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને દહીંના ગુણો ચોંકાવનારા છે. પરંતુ જો દહીંને ઘી સાથે ખાવામાં આવે તો આ ફાયદો બમણો થઈ શકે છે. આ બંનેને એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા થઈ શકે છે.