- મેરઠમાં મળે છે 8 કિલોગ્રામનું સમોસું
- 30 મિનિટમાં ખાવા પર મળે છે 51 હજારનું ઈનામ
ભારતના લોકો માટે નાસ્તચામાં કેટલીક વસ્તુઓ ખાસ છે જેમાની એક વસ્તુ છે સમોસા, જો કે સમોસા સામાન્ય રીતે 100 ગ્રામ કે 200 ગ્રામનું હોય શકે જો કે ભારતના ઉત્તરપ્રદેશના મેરઠની એક દુકાનમાં 8 કિલો ગ્રામનું સમોસુ મળી રહ્યું છે,જી હા તમને જાણીને નવાઈ લાગશે કે 8 કિલોનું તો સમોસું હોતું હશે પણ હા આ વાત સાચી છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જો તમે આ 8 કિલોનું સમોસુ 30 મિનિટમાં ખાઈ જાશો તો તમને આ માટે 51 હજાર રૂપિયાની મોટી રકમ ઈનામ આપવામાં આવશે,આ સમોસાને બાહુબલી નામ આપવામાં આવ્યું છે.
હાલ સોશિયલ મીડિયા પર આ સમોસાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે મેરઠમાં એક મીઠાઈની દુકાનમાં મળી રહ્યું છે. અહીં એક બાહુબલી સમોસું મળે છે, તે પણ આઠ કિલોનો. તેમાં બટાટા અને પનીરનું સ્ટિફીંગ હોય છે.
જો સમોસાની કિંમતની વાત કરીએ તો તેની કિમંત 1 હજાર 100 રૂપિયા છે અને તેને ખાવા પર 51,000 રૂપિયાનું રોકડ ઇનામ પણ મળશે. જો કે આ ઈનામ મેળવવા માટે એક શરત છે કે સમોસું 30 મિનિટમાં ખાવું પડે છે. આ સમોસાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે જો તમે પણ ક્યારેક યુપીની મુલાકાત લવ તો ા દુકાને 8 કિલો ગ્રામનું સમોસો ખાવા જઈ શકો છો.