Site icon Revoi.in

 શું તમે ક્યારેય જોયું છે ચાલુ વિમાનમાં પાયલોટની અદલા બદલી થતા ? વાંચો આ રસપ્રદ વાત

Social Share

સામાન્ય રીતે આપણે કલ્પના પણ ન કરી શકીે કે ચાલુ પ્લેનમાં બે પાયસોટ સામસામે અદલ બદલ થતા હોય ,જો કે આવી જ એક ઘટના સામે આવી છે જે તદ્દન સત્ય છે. મળતી જાણકારી પ્રમાણે બે સ્કાયડાઇવર્સે આકાશમાં ઉડતા વિમાનોને સ્વેપ કરવાનો પ્રયાસ કર્યો. બંને પોતપોતાના પ્લેનમાંથી હવામાં ઉછળ્યા અને એકબીજાના પ્લેનમાં ચઢવા માટે કૂદી પડ્યા.

જો કે હવામાં ઉડતા પ્લેનને સ્વેપ કરવાના પ્રયાસમાં એક પ્લેન ક્રેશ થયું હતું. લ્યુક આઈકિન્સ અને એન્ડી ફારિંગ્ટન નામના બે પિતરાઈ ભાઈઓ સ્કાયડાઈવર્સ પોતાના પ્લેન સાથે પોતપોતાની નક્કી કરેલી ઊંચાઈએ પહોંચ્યા. આ પછી તેમની યોજના અદલાબદલી કરવાની હતી, જે દરમિયાન તેમનું પ્લેન ખાલી રહેશે અને બંને સુરક્ષિત રીતે ઉતરશે.

પરંતુ આમ થયું નહી, તેઓને આ યોજનામાં નિષ્ફળતા મળી,જે વિમાનમાં ફારિંગ્ટન જવાના હતા તે કાબૂ બહાર ગયું અને ઝડપથી નીચે પડવા લાગ્યું. આ કારણે ફારિંગ્ટન તેમાં ચઢી શક્યો ન હતો અને તેનો સ્ટંટ પૂર્ણ કરી શક્યો ન હતો. તેણે પેરાશૂટની મદદથી લેન્ડ કરવું પડ્યું. જો કે, આઇકિન્સ તેનો સ્ટંટ પૂર્ણ કરવામાં સફળ રહ્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છો તમે પણ જોઈલો.

આ પિતરાઈ ભાઈઓના કહેવા પ્રમાણે બઘુ જ બરાબર ચાલી રહ્યું હતું ફારિંગ્ટનના કહેવા પ્રમાણે, બધું બરાબર હતું પરંતુ તેની યોજના સફળ થઈ ન હતી. યોજનાનો સૌથી મહત્વનો ભાગ એ બંનેને સુરક્ષિત રાખવાનો હતો. ‘યુએસએ ટુડે’માં છપાયેલા અહેવાલ મુજબ એકિન્સે કહ્યું કે અમે પાછા જઈશું અને તેના પર કામ કરીશું.જો કે હાલ તેઓ નિષઅફળ ર્હયા હતા જો કે બન્ને સહિસલામત છે.