Site icon Revoi.in

કોઈ દિવસ માછલીઓનો વરસાદ જોયો છે? અમેરિકામાં કંઇક થયું આવું

Social Share

વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં અવનવી ઘટનાઓ બનતી રહે છે. આ પાછળના કારણો શું હોય છે તેના વિશે કોઈ જાણી શકતુ નથી, પણ હવે અમેરિકામાં એવી ધટના બની છે જેને લઈને સૌ કોઈ ચોંકી ગયા છે. વાત એવી છે કે ટેક્સાસ અને અરકાનસાસ સુધી વિસ્તરેલા ટેક્સારકાનામાં તોફાની વરસાદમાં આકાશમાંથી માછલીઓ વરસી હતી.

જાણકારી અનુસાર આ વિસ્તારમાં એકસાથે બે તોફાન આવ્યા અને તે સમાપ્ત થયા પછી, લોકોને સેંકડો માછલીઓ શેરીઓમાં પડેલી જોવા મળી હતી અને આવા વરસાદને એનિમલ રેઈન તરીકે ઓળખવામાં આવે છે. ટેક્સાસ અને અરકાનસાસના રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર ઘટના સાથે જોડાયેલા ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે.

આ બાબતે અમેરિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવી ઘટનાઓ ટોર્નેડો અથવા જોરદાર વાવાઝોડાને કારણે થાય છે. જ્યારે ટોર્નેડો સમુદ્ર અથવા મોટા સરોવરને પાર કરે છે, ત્યારે તેની ઝડપ જમીન પર વધુ વધે છે. આ સમય દરમિયાન ફૂંકાતા પવનમાં માછલીઓ, દેડકા, કાચબા, કરચલા અને ક્યારેક મગર પણ તેમની સાથે ઊડી જતા હોય છે. આ જીવો આ ટોર્નેડો સાથે ઉડતા રહે છે અને જ્યાં સુધી પવનની ગતિ ઓછી ન થાય ત્યાં સુધી આકાશમાં રહે છે. પવન ધીમો પડતાં જ આ જીવો તે વિસ્તારમાં આકાશમાંથી પડવા લાગે છે.