- પત્થરોમા બદલાતા આકાર કુતુહલ સર્જે છે
- જાતે જ પત્થરના બદલાય છે આકાર
આપણે આજની આ સદીમાં અનેક અજાયબીઓ જોય હશે, અવનવા આનુભવો કર્યા હશે. અને આગળ પણ કેટકેટલુય અવનવું જોવા અને સાંભળવા મળશે જ મળશે, ત્યારે આજે આપણે વાત કરીશું એક આવી જ અજાયબી વિશે તે અસામાન્ય છે,જેને સાંભળીને આપણાને ચોક્કસ નવાી તો લાગશે જ.
જે રીતે આપણા ઈન્સાનમાં ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ શરીરના અંગો માં ફેરફાર જોવા મળે છે તેજ રીતે તમે પત્થરોમાં ફેરફાર જોયો છે? નહી જોયો હોય પરંતુ આ વાત તદ્દન સત્ય છે. વિશ્વમાં એક એવી સ્થળ છે કે જ્યા પત્થરો પોતે જ પોતાના આકારમાં પરિવર્તન લાવી રહ્યા છે.જે જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે.
વાત જાણે એમ છે કે રોમાનિયાના એક ગામમાં આ પ્રકારના હજારો પથ્થરો સ્થિત છે જેમનું કદ ખૂબ જ ઝડપથી બદલતું જોવા મળી રહ્યું છે. તેમનું વધતું કદ અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે તો સાથે જ આશ્ચર્યથી ભરેલું પણ છે.
અહીં પ્રવાસીઓ ખાસ પત્થરને જોવા માટે વિશ્વના જૂદા જબદા દેશોથી આવતા હોય છે.આ બાબતને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમે અંહી નાના હતા ત્યારથી જ પત્થરોમાં થતા બદલાવને જોઈ રહ્યા છે, આ વાત સ્થાનિકો માટે પણ કુતુહલ સર્જે છે.પથ્થરોના કારણે આ ગામ દેશભરમાં પ્રખ્યાત બન્યું છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ આ પથ્થરો વિશે ઘણી વખત સંશોધન કરી ચૂક્યા છે, પરંતુ બદલતા પત્થરોનું રહસ્ય હજી તેમનું તેમ જ છે.આજે પણ અંહી પત્થરો જાતે જ પોતાનો આકાર બદલી રહ્યા છે.
જો કે આ આશ્ચ્રય પમાડે તે બાબત લઈને ગામના પાસે રહેતા લોકોનું કહેવું છે કે,પાણીના સંપર્કમાં આવ્યા બાદ જ તેમનો આકાર સતત બદલાતો રહે છે. કેટલાક વિજ્ઞાનિકો માને છે કે વરસાદ દરમિયાન આ પથ્થરોમાં વધારો થાય છે,કદાચ પાણીના કારણે આમ થતું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ,રિસર્ચ કરતા લોકોના જણાવ્યા પ્રમાણે પથ્થરોમાં હાજર ખનિજ મીઠાનું પ્રમાણ પાણી સાથે ઝડપથી વધ્યું હોવાથી આમ થતું હશે, જો કે આ માત્ર અનુમાન જ છે આ બાબતને લઈને હજી સુધી કોઈ ચોક્કસ માહિતી, આઘાર કે પુરાવા મળી આવ્યા નથી, હાલ પણ પત્થરના બદલતા આકાર પણ ઘણા લોકો સંશોઘન કરી રહ્યા છે