Site icon Revoi.in

શું તમે ક્યારેક વિચાર્યું છે કે શરીમાંથી પરસેવો કેમ નિકળે છે? તેના ફાયદા જાણો….

Social Share

પરસેવો આવવો આપણા શરીરની નેચરલ પ્રક્રિયા છે, જ્યારે આપણું શરીર ગરમ થાય છે, તો સ્વેટ ગ્લેડ્સ સક્રિય થાય છે અને પરસેવો નિકળવા લાગે છે. આ પ્રક્રિયા શરીરના તાપમાનને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તા સિવાય તમે જ્યારે એક્સરસીઝ કરો છો ત્યારે આપણા શરીરમાંથી પરસેવો બહાર આવે છે, જેનાથી શરીરની અંદરની ગરમી બહાર નિકળી જાય છે.

શરીરનું તાપમાન કંટ્રોલ કરવું: જ્યારે આપણું શરીર ગરમ થાય છે, ત્યારે આપણને પરસેવો થાય છે જે શરીરના તાપમાનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરસેવો એ શરીરને ઠંડુ રાખવાની કુદરતી રીત છે.

ટોક્સિનને બહાર નિકાળે છે: પરસેવા દ્વારા, શરીરની અંદર એકઠા થયેલા ઝેરી તત્વો (ટોક્સિન્સ) બહાર આવે છે. તે આપણા શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સ્કિનને સ્વચ્છ રાખે છેઃ પરસેવાથી ત્વચાના છિદ્રો ખુલે છે અને ગંદકી દૂર થાય છે, ત્વચા સ્વચ્છ અને ચમકદાર રહે છે.

ઈમ્યુનિટીમાં વધારો કરો: પરસેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. પરસેવામાં રહેલા એન્ટિબોડીઝ શરીરને રોગોથી બચાવે છે.
મૂડ સારું રાખવું: જ્યારે આપણે પરસેવો વહાવીએ છીએ ત્યારે આપણા શરીરમાં એન્ડોર્ફિન નામના હોર્મોન્સ નીકળે છે, જે મૂડને સારો રાખવામાં મદદ કરે છે. તેથી, વ્યાયામ કરવાથી આપણને આનંદ અને આરામનો અનુભવ થાય છે.