- પૌઆમાંથી બનશે ટેસ્ટી નાસ્તો
- રોજે રોજ પૌઆ બટાકા ખાઈને કંટાળ્યા હોવ તો બનાવો કટલેસ
ભારતીય ઘરોમાં સવારે નાસ્તામાં પૌઆ-બટાકા બેસ્ટ ઓપ્શન છે,તમે ક્યાય પણ બહાર જશો તો પૌઆ તમને સરળતાથી મળી રહે છે, અનેક ઘરોમાં તો રોજેરોજ પૌઆ બનાવામાં આવે છે, પરંતુ હવે પૌઆ ખાઈને કંટાળ્યા હબોવ તો આ રેસિપી જોઈલો,જેમાં પૌઆ તો હશે જ પણ સ્વાદ અલગ હશે.પૌઆ અને બટાકામાંથી સરસ મજાની કટલેસ બનાવી શકાય છે તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આકટલેસ
સામગ્રી
- 200 ગ્રામ – પૌંઆ
- 4 નંગ – બટાકા (બાફેલા)
- 4 થી 5 મચચી – લીલા મરચાની પેસ્ટ
- મીઠૂં – સ્વાદ મુજબજરુર પ્રમાણે – હળદર
- થોડા – લીલા ઘાણ
- 1 ચમચી – લીબુંનો રસ
- 1 ચમચી – ખાંડ
- 1 ચમચી -તલ
- તેલ – તળવા માટે
- 1 કપ- કોર્ન ફ્લોર
પૌઆ બટાકામાંથી આ રીતે બનાવો પૌઆ ટિક્કી
- સૌ પ્રથમ પૌંઆને પાણીમાં પલાળીને બરાબર ઘોઈલો ત્યા સુધી ઘોવા જ્યા સુધી પૌઆ નરમ પડી જાય
- ,હવે પૌઆમાંથી બારાબર પાણી નિતારીલો, બન્ને હાથમાં પૌઆ દબાવીને કોરા કરીલો
- હવે એક બાઉલમાં આ પલાળેલા પૌઆ લઈલો, તેમાં બાફેલા બટાકા ક્રશ કરીને એડ કરીદો
- હવે આ પૌઆ અને બટાકાના મિશ્રમમાં મીઠૂં, હળદરર, તલ,, લીલા મરચાની પેસ્ટ , લીલા ધાણા, લીબુંનો રસ, ખાંડ એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરીલો.હવે આ મિશ્રણની એક સરખી ટીક્કી તૈયાર કરીલો,
- હવે એક બાઉલલો તેમાં કોર્ન ફ્લોર એડ કરો,કોર્ન ફ્લોરમાં 1 ગ્લાસ પાણી ઉમેરો અને સ્લરી તૈયાર કરો
- હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખો
- હવે પૌઆ બટાકાની ટિક્કીઓને આ કોર્ન સ્લરીની સ્લરીમાં ડૂબોડીને તેલ વાળી કઢાઈમાં ફ્રાઈ કરીલો, ગેસની ફ્લેમ ઘીમી રાખવી જેથી ટિક્કી અંદરથી પણ ફ્રાય થાય
- હવે ટિક્કીઓ બ્રાઉન થાય ત્યા સુધી ડિપ ફ્રાઈ કરવી,તૈયાર છે પૌઆ અને બટાકાની કટલેસ જેને સોસ સાથે ગ્રીન ચટણી સાછે અને ચા સાથી સવારે નાસ્તામાં ખઆઈ શકો છો.
(ફોટો-પ્રતિકાત્મક)