શું તમે કિનોઆ વિશે સાંભળ્યું છે,તેનાથી શરીરને આ રીતે થાય છે ફાયદા
કિનોઆ સંપૂર્ણ આરોગ્યપ્રદ આહાર છે કે જેમાં એમિનો એસિડ રહેલો હોય છે. આ એસિડ માંસપેશીઓ, હાડકાં, ત્વચા અને લોહીનું નિર્માણ કરે છે. કિનોઆ કોલસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.
જો વાત કરવામાં આવે તેનાથી શરીરમાં થતા ફાયદા વિશેની તો કિનોઆમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો હોય છે. આ કારણોસર બ્લડ શુગર લેવલમાં વૃદ્ધિ થતી નથી. તે શરીરને સારી એનર્જી આપે છે. આ સાથે કિનોઆમાં ઝિંક મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખનીજ તત્ત્વ રહેલા છે. જેનાથી અનિદ્રા, માથાનો દુ:ખાવો, માંસપેશીઓ અકડાઈ જવી, એનીમિયા, ડાયાબિટીસ તથા અન્ય બીમારીઓ થતી નથી.
કિનોઆ સલાડનો સલાડ પણ જોરદાર શરીરમાં ફાયદા કરે છે અને તેને બનાવવાની રીતે એ છે કે કિનોઆ બાફીને પાણી કાઢી લો. હવે કાકડી, ગાજર, ડુંગળી, ફુદીનાનાં પત્તાં, લાલ મરચાં અને મગફળી ધોઈ નાખો અને સમારીને કિનોઆ સાથે મિશ્ર કરો. તેમાં એક ચમચી મીઠું, સંચળ અને લીંબુનો રસ મિશ્ર કરો. કિનોઆમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં કેલરી પણ ઓછી હોય છે. આ કારણોસર નાશ્તામાં તેનું સેવન કરવું જોઈએ.