જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ ટેક્નોલોજી પણ બદલાતી જાય છે. લોકો ટેક્નોલોજીનો એટલો બધો ઉપયોગ કરે છે કે જેનાથી તેમનો સમય પણ સારા એવા પ્રમાણમાં બચે છે, આવામાં એવુ પણ જોવા મળે છે કે ભારતમાં આ જગ્યા પર તરતી પોસ્ટ ઓફિસ છે.
આ અનોખી તરતી પોસ્ટ ઓફિસ ભારતના સ્વર્ગ માનવામાં આવતા જમ્મૂ-કશ્મીરમાં છે. તે શ્રીનગરના પ્રખ્યાત પ્રવાસન સ્થળમાંથી એક છે. 9 વર્ષ પહેલા આ પોસ્ટ ઓફિસની હાલત ખુબ ખરાબ હતી, પણ ત્યાના પોસ્ટ માસ્ટર જનરલ સૈમ્યુઅલના પ્રયત્નોને કારણે આ પોસ્ટ ઓફિસની હાલત સુધરી હતી. આ સુંદર તરતી પોસ્ટ ઓફિસ દાલ તળાવમાં છે.
વર્ષ 2014માં આ સ્થળે ભયાનક પૂર આવ્યુ હતુ. તેના કારણે આ પોસ્ટ ઓફિસની હાલત ખરાબ થઈ હતી. પૂર વખતે તેને બહાર કાઢીને, સ્થિતિ સામાન્ય થતા તેની ફરી દાલ તળાવમાં લાવવામાં આવી હતી. આ તરતી પોસ્ટ ઓફિસમાં આજે પણ સામાન્ય પોસ્ટ ઓફિસની જેમ કામ કરે છે. તળાવને કારણે તેમા કામ કરવામાં કોઈ હેરાગતિ થતી નથી.
ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા ભારત સહિતના દેશોમાં તાર અને પત્રો દ્વારા એકબીજા સાથે સંવાદ કરવામાં આવતો હતો. ભારતમાં પત્રનો ઈતિહાસ ઘણો જૂનો છે, તેને નેટવર્ક એટલુ મજબૂત હતુ કે લોકોને દૂર દૂર સુધી તેમના સગાવહાલાના પત્રો મળી જતા હતા. દુનિયાનું સૌથી મોટુ પત્ર વ્યવહારનું નેટવર્ક ભારતમાં જ છે. ભારતમાં આજે પણ પત્ર વ્યવહાર અસ્તિત્વમાં છે. ભારતીય પોસ્ટ સેવા 500 વર્ષ જૂનુ છે અને તેનું નેટવર્ક આજે પણ સૌથી મોટુ અને મજબૂત છે.