- શું તમે વિશ્વની સૌથી લાંબી કાર જોઈ છે?
- સ્વિમિંગ પૂલ અને હેલિપેડ જેવી સુવિધાઓથી સજ્જ
- ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે નામ
આજકાલ માર્કેટમાં દરેક પ્રકારની કાર ઉપલબ્ધ છે, કેટલીક નાની અને કેટલીક મોટી.દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને નાની કાર ગમે છે, જ્યારે કેટલાક લોકો મોટી અને લક્ઝરી કારના શોખીન હોય છે.દરેક વ્યક્તિ ઈચ્છે છે કે,તેની કાર ઘણી બધી વિશેષતાઓ સાથે સૌથી અનોખી અને ખાસ હોય.આ જ કારણ છે કે,આજકાલ કંપનીઓ પણ તમામ સુવિધાઓથી સજ્જ કાર બનાવી રહી છે.પરંતુ શું તમે આવી કોઈ કાર વિશે સાંભળ્યું છે, જેમાં સ્વિમિંગ પૂલ અને હેલિપેડની સુવિધા પણ હોય? જાણીને નવાઈ લાગી ને ? પણ જી હા અમેરિકામાં એક એવી કાર છે, જેનું નામ છે અમેરિકન ડ્રીમ. તેને વિશ્વની સૌથી લાંબી કાર માનવામાં આવે છે.
અમેરિકન ડ્રીમ નામની આ કાર 100 ફૂટ લાંબી છે.સામાન્ય રીતે કારમાં ચાર પૈડા જોવા મળે છે, પરંતુ આ કારમાં કુલ 26 વ્હીલ છે.તેનું નામ વિશ્વની સૌથી લાંબી કાર તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, અમેરિકન ડ્રીમ કારે હવે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ કારની લંબાઈ વધારીને 100 ફૂટ કરવામાં આવી છે, જ્યારે તેને બનાવવામાં આવી હતી ત્યારે તેની લંબાઈ 60 ફૂટ હતી.
આ કાર તમામ સુવિધાઓથી સજ્જ છે.તેમાં સ્વિમિંગ પૂલ, મિની ગોલ્ફ કોર્સ તેમજ કારની ટોચ પર હેલિપેડ બનાવવામાં આવ્યું છે, જ્યાં હેલિકોપ્ટર આરામથી ઉતરી શકે છે.
આ કારમાં એક સમયે કુલ 75 લોકો બેસી શકે છે.આ કાર ઘણી હોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.કહેવાય છે કે,આ કારને કાર કસ્ટમાઈઝર જય ઓહરબર્ગે વર્ષ 1986માં ડિઝાઈન કરી હતી અને ત્યારથી તે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.