મુંબઈ: ચૌદ વર્ષ વીતી ગયા હોવા છતાં, 26/11ના મુંબઈના આતંકવાદી હુમલામાં બચી ગયેલા લોકો અને તેમના પરિવારોના મન અને હૃદય પર પડેલા કારમા ઘા હજીયે તેમને પીડે છે. 26 નવેમ્બર, 2008 ના રોજ શરૂ થયેલા આ ભયાનક હુમલાઓ ચાર દિવસ સુધી ચાલ્યા હતા, જેમાં 166 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. છત્રપતિ શિવાજી ટર્મિનસ, તાજ હોટેલ, કામા હોસ્પિટલ, લિયોપોલ્ડ કાફે અને અન્ય કેટલાક સ્થળો સહિત કેટલાય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. એ હુમલો થયો, ત્યારની ભયાનકતા કેવી હશે અને એ હુમલામાં બંધક બનેલા લોકોની માનસિકતા પર શું અસર થઇ હશે, એ વિષે વિચારવું પણ અઘરું છે, ત્યારે આવા વિષય પર ફિલ્મ ઉદ્યોગમાં ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે. આવો જાણીએ આવી જ કેટલીક ફિલ્મો વિષે. શું તમે જોઈ છે આ બધી ફિલ્મો?
મેજર (2022), મુંબઈ ડાયરીસ (2021), હોટેલ મુંબઈ (2019),તાજ મહાલ (2015),ધ અટેક્સ ઓફ 26/11 (2013),શહીદ (2012),ફેન્ટમ (2015),વન લેસ ગોડ (2017),મુંબઈ મસ્કાર (2009), સિક્રેટસ ઓફ ધ ડેડ: મુંબઈ ટેરર એટેક્સ (2010), એમ્બ્રેસ (2012), સર્વાંઇવિંગ મુંબઈ : ધ એટેક (2009), અજમલ કસાબ’સ કન્ફેશન (2012), મેકિંગ ઓફ ‘ફેન્ટમ’ (2016), બિહાઇન્ડ ધ સીન ઓફ ‘હોટેલ મુંબઈ’ (2019), હોટેલ મુંબઈ : પ્રેસ કોન્ફરન્સ (2018), બ્લેક ઓપ્સ (2012)
આમાંની કેટલીક ફિલ્મો સ્વતંત્ર ફિલ્મો છે, તો કેટલીક વેબ સિરીઝ છે અને દરેકમાં આ હુમલામાં ભોગ બનેલા લોકોની વીતક પરની કોઈ ને કોઈ વાત કરવામાં આવી છે.
(ફોટો: ફાઈલ)