કાર ડ્રાઈવ કરતા વખતે માથું દૂખે છે? તો તમને હોઈ શકે છે આ સમસ્યાઓ, જોઈલો આ માટે શું કરવું જોઈએ?
- કાર ડ્રાઈવ કરતા વખતે માથૂ દુખવું આંખોની સમસ્યા હોય શકે
- જો વારંવાર માથૂ દૂખે તો નંબર ચેક કરાવા જોઈએ
ઘણા લોકોને ડ્રાઈવિંગ કરતા વખતે માથાના દુખાવાની સમસ્યા થતી હોય છે, પરંતુ જો તમને આ માથાનો દુખાવો વારંવાર થતો હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ બાબતને ઈગ્નોર ન કરવી જોઈએ,કારણ કે ડ્રાઇવિંગ કરતી વખતે ઘણા કારણોથી માથાનો દુખાવો થઈ શકે છે. જો તમે આ કારણો જાણતા નથી, તો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.આ માટેસામાન્ય રીતે ચશ્માનો નંબર વધવો, તણાવમાં રહેવું, ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓને કારણે પણ માથાનો દુખાવો થાય છે.
આંખો નબળી હોવાના કારણે પણ દૂખે છે માથું
જ્યારે તમારી આંખો પર તણાવ હોય છે, ત્યારે માથાનો દુખાવો શરૂ થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે તમારી આંખો નબળી પડી ગઈ છે. આવી સ્થિતિમાં તમારે વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાન રહેવું પડશે. જો તમે દરરોજ વાહન ચલાવો છો, તો તમારે સમયાંતરે તમારી આંખોની તપાસ કરાવવી જોઈએ.અને જો મંબર હોય તો ચશ્માં પહેરવા જોઈએ.
સુગર લેવલ ઓછું હોય ત્યારે થાય છે માથાનો દુખાવો
ઘણા લોકોના સુગર લેવલની ઘટના પણ માથાનો દુખાવોનું કારણ બની શકે છે. સુગર લેવલ ઘટવાને કારણે મોટાભાગના લોકોને ડ્રાઇવિંગ કરતી વખતે માથાનો દુખાવો થાય છે. જો તમારો ડાયાબિટીસ ઓછૂ રહે છે, તો તમારે તમારી સાથે ફળો અવશ્ય રાખવા જોઈએ.આ સાથે જ ખાટી મીઠી ચોકલેટનું સેવન ડ્રાઈવિંગ કરતા વખતે કરવું જોઈએ
ખૂબ ભૂખ હોય ત્યારે માથાનો દુખાવો થાય છે
આ સાથે જ તીવ્ર ભૂખને કારણે તમને માથાનો દુખાવો પણ થાય છે. વાસ્તવમાં, ઝડપી ભૂખને કારણે, મગજનો રક્ત પુરવઠો ઓછો થઈ જાય છે, જેના કારણે તમને ડ્રાઇવિંગ કરતી વખતે મુશ્કેલી થાય છે જેથી કરી જ્યારે પણ ડ્રાઈવિંગ કરવું હોય ત્યારે પેટ ખાલી ન રાખો હળવો ખોરાક ખાઈ લેવો .
ડ્રાઈવિંગ કરતા વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
- જ્યારે પણ તચમે ગાડી ચલાવી રહ્યા હોવ ત્યારે થોડી થોડી વારે પાણી પીવાની આદત રાખો,આ સાથે જડ તમે નારિયેળ પાણી, લીંહુ પાણી ,ફૂદીનાનું શરબત પી શકો છો જે તમને હાઈડ્રેડ રાખશે
- આ સાથે જ થોડા સમાયંતરે હળવો નાસ્તો કરવાનું રાખો,નાસ્તચો તળેલો તીખો ન કરવો,તમે કૂકીસ ,બિસ્કિટ કે રોસ્ટેટ કઠોળ ખઆઈ શકો છે, જેથી પેટ ભરેલું રહેશે અને માથૂબ દૂખશે નહી
- તમારે તમારી આંખોની અવાર નવાર તપાસ કરાવી જોઈએ જો નંબર હોય તો ચોક્કસપણે ચશ્મા પહેરવા જોઈએ
- આ સાથે જ લોંગ ડ્રાઈવ કરતી વખતે તમારે થોડા અંતરે બ્રેક લેવો જોઈએ જેથી થાક ન લાગે અને કંટાળો પણ ન આવે.જો હવે તમને પણ માથાના દુખાવાની ફરીયાદ હોય તો આ ટિપ્સ ફોલો કરશો તો તમને આ સમસ્યામાંથી છૂટકારો મળશે,