મુંબઈઃ ગુરુવાર (11 જાન્યુઆરી) ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ટી20 મેચમાં શિવમ દુબેએ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતુ. તેણે પહેલા બોલિંગમાં બે ઓવરમાં 9 રન આપ્યા, અને અફઘાનિસ્તાનના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાનને પવેસિયનમાં મોકલ્યો, બાદમાં બેટિંગમાં તેણે 40 બોલમાં 60 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને આસાન જીત અપાવી હતી. આ ઓલરાઉન્ડર પ્રદર્શનને લઈને શિવમને ‘પ્લેયર ઓફ ધ મેચ’ નો એવોર્ડ પણ મળ્યો હતો.
શિવમ દુબે એક ઝડપી બેટ્સમેન છે અને મધ્યમ અને ઝડપી ગતિએ બોલ પણ ફેંકે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના જોરદાર પ્રદર્શનને કારણે તેને પહેલી વાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું. તેણે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2019માં રમી હતી. તેણે દિલ્હીમાં બાંગ્લાદેશ સામે ટી20 મેચમાં તેણે પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી. જો કે આ પછી શિવમ પોતાનું સ્થાન ટીમ ઈન્ડિયામાં કાયમી બનાવી શક્યા નથી.
છેલ્લા ચાર વર્ષમાં આ ઓલરાઉન્ડર સતત ટીમ ઈન્ડિયાની અંદર અને બહાર રહ્યો છે. લાંબા અંતર બાદ તેને ભારતીય ટીમના પ્લેઈંગ-11 માં સ્થાન મળ્યું છે. તેનું કારણ એ છે કે આ ખેલાડી ઈંટરનેશનલ ક્રિકેટમાં મળેલી તકનો યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યા નથી. IPLની પ્રથમ 3 સિઝન પણ તેના માટે ખાસ ન હતી. આ કારણે તે ટીમમાં પ્રવેશી શક્યો ન હતો. જો કે, IPLની છેલ્લી બે સિઝનમાં તેના જોરદાર પ્રદર્શનને કારણે તેણે ખરીથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું અને હવે આ ખેલાડી એમુક હદ સુધી નિયમિત પ્રદર્શન કરી રહ્યા છે.