HCએ કરી જ્યુડિશિયલ ઓફિસરોની બદલીઓ, 222 જજની ટ્રાન્સફર, 63ની સેસન્સ જજ તરીકે નિમણૂંક
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યુડિશિયલ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં 222 જજનો સમાવેશ થાય છે. જ્યારે 56 સિવિલ જજની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તેમજ 63 જ્યુડિશિયલ ઓફિસરોની જુદા જુદા જિલ્લાઓમાં સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમામ જ્યુડિશિયલ ઓફિસરો 20મે થી પોતાનો નવો ચાર્જ સંભાળશે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિવિલ જજ, સિનિયર સિવિલ જજ અને ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયલ ઓફિસરોની બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે નવસારીથી અમિતકુમાર દવેની બદલી કરાઈ છે. જ્યારે સાબરકાંઠાથી અર્ચીતકુમાર વોરાની અમદાવાદમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે બદલી કરાઈ છે. આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા રાજ્યની અદાલતોમાં 56 સિવિલ જજની આંતર જિલ્લા અને કોર્ટમાં બદલી કરાઈ છે. જ્યારે એક જ કોર્ટની અંદર હોય તેવી 47 જેટલી આંતરિક બદલીઓ કરાઈ છે. જેમાં અમદાવાદમાં 04, અમરેલીમાં 02, અરવલ્લીમાં 01, દાહોદમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં 01, ગીર સોમનાથમાં 02, જૂનાગઢમાં 09, ખેડામાં 02, મહેસાણામાં 08, પંચમહાલમાં 01, રાજકોટમાં 05, સુરતમાં 09 અને વલસાડમાં 01નો સમાવેશ થાય છે.
સિનિયર સિવિલ જજમાં 88 જજની બદલી એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં અથવા જિલ્લામાં બદલીઓ કરાઈ છે. જ્યારે એક જ કોર્ટમાં હોય તેવી 96 આંતરિક બદલીઓ કરાઈ છે. જેમાં અમદાવાદમાં 03, આણંદમાં 06, ભાવનગરમાં 10, ગાંધીનગરમાં 03, ગીર સોમનાથમાં 03, જૂનાગઢમાં 03, કચ્છમાં 07, ખેડામાં 06, મોરબીમાં 04, નવસારીમાં 03, પંચમહાલમાં 03, પોરબંદરમાં 02, રાજકોટમાં 11, સુરતમાં 07, તાપીમાં 01, વડોદરામાં 18 અને વલસાડમાં 05નો સમાવેશ થાય છે. તમામ જ્યુડિશિયલ ઓફિસરો 20મે થી પોતાનો નવો ચાર્જ સંભાળશે.