અમદાવાદઃ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પ્રવેશ માટે વન વિભાગ દ્વારા રોક લગાવાતા 51 જેટલા અગરિયાઓએ સંયુક્તરીતે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં અરજદારના એડવોકેટ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી. કે, વર્ષ 2008માં રાજ્ય સરકારે અગરિયાઓને મીઠા પોથી આપી હતી. ઘુડખર અભયારણ્ય માટે રેવન્યુ અને ફોરેસ્ટ વિભાગ સહિત 05 વિભાગની કમિટી છે. અગરિયાને 10 એકરની જમીન હદ સુધીમાં મીઠું પકવવાની પરવાનગી અપાય છે. તેનો સમય સપ્ટેમ્બર મહિનાથી એપ્રિલ મહિના સુધીનો હોય છે. વરસાદ પડતાં પાણી ભરાતા તેમાંથી મીઠું પકવવામાં આવે છે. ચોમાસા દરમિયાન અગરિયા આ વિસ્તારમાં હોતા નથી અને પોતાના ગામ ચાલ્યા જાય છે, પરંતુ સાંતલપુરના 735 અગરિયાઓ પાસે મીઠા પોથી હોવા છતાં તેમને મીઠું પકવવા કચ્છના નાના રણમાં પ્રવેશ અપાતો નથી. આ ભેદભાવ છે. જો કોઈ કારણસર તેમને જવા ન દેવાયા હોય તો તેને કોર્ટ સમક્ષ મૂકવું જોઈએ. સુનાવણી બાદ હાઈકોર્ટે સાંતલપુરના મીઠા પોથી ધરાવતા અગરિયાઓને કચ્છના નાના રણમાં મીઠું પકવવા જવા દેવાનો હુકમ કરીને આ કેસની વધુ સુનવણી 29 જાન્યુઆરીએ નક્કી કરી છે.
ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર નારુભાઈ કોળી સહિત 51 જેટલા અગરીયાઓએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. અરજદારના વકિલે કોર્ટમાં સુનાવણી દરમિયાન એવી રજુઆત કરી હતી કે, અગરિયાઓને વર્ષ 2008 માં રાજ્ય સરકારે મીઠા પોથી કે અગરિયા પોથી આપી છે. જેને અગરિયાઓ માટે રાશન કાર્ડ જેવો દસ્તાવેજ ગણી શકાય. કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય માટે રેવન્યુ અને ફોરેસ્ટ વિભાગ સહિત 05 વિભાગની કમિટી છે. અગરિયાને 10 એકરની જમીન હદ સુધીમાં મીઠું પકવવાની પરવાનગી અપાય છે. તેનો સમય સપ્ટેમ્બર મહિનાથી એપ્રિલ મહિના સુધીનો હોય છે. વરસાદ પડતાં પાણી ભરાતા તેમાંથી મીઠું પકવવામાં આવે છે. ચોમાસા દરમિયાન અગરિયા આ વિસ્તારમાં હોતા નથી અને પોતાના ગામ ચાલ્યા જાય છે. ભારતનું 70 ટકા મીઠું અને દુનિયાનું 40 ટકા મીઠું કચ્છના નાના રણમાં પાકે છે.
મીઠું પકવતા અગરિયા 600 વર્ષ કરતાં વધુ સમયથી કચ્છના નાન રણમાં મીઠું પકવતા આવ્યા છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં 15મી સદીની મુદ્રિકા ઉપર તેનો ઉલ્લેખ છે. કચ્છના નાના રણમાં ઘુડખર માટે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જાહેર કરવામાં આવી છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ તેની અંદર પ્રવૃત્તિ ગેરકાનૂની ગણાય છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન કમિટીના નિયમો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ જિલ્લાઓને બંધનકર્તા છે. સરકારી અહેવાલો પ્રમાણે ઘુડખરનું અગરિયાઓ સાથે રહેવાથી કોઈ નુકસાન થયું નથી. પરંતુ અગરિયાઓ અને ઘુડખર સહનીવસનથી ઘુડખરની વસ્તીમાં વધારો થયો છે.
પાંચ જિલ્લા પૈકી પાટડી, ધાંગધ્રા, હળવદ, સાંતલપુર, આડેસર અને માળિયાના 3,845 આગરિયાને કચ્છમાં નાના રણમાં મીઠું પકવવા જવા પરમિશન મળવી જોઈતી હતી. પરંતુ સાંતલપુરના 735 અગરિયાઓ પાસે મીઠા પોથી હોવા છતાં તેમને મીઠું પકવવા કચ્છના નાના રણમાં જવા દેવાયા નથી., આ ભેદભાવ છે. જો કોઈ કારણસર તેમને જવા ન દેવાયા હોય તો તેને કોર્ટ સમક્ષ મૂકવું જોઈએ. કોર્ટે સાંતલપુરના મીઠા પોથી ધરાવતા અગરિયાઓને કચ્છના નાના રણમાં મીઠું પકવવા જવા દેવાનું હુકમ કરીને વધુ સુનવણી 29 જાન્યુઆરીએ નક્કી કરી છે.