મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક – પ્રોફાઈલ ફોટો અને નામ બલદવામાં આવ્યું
- તૃણમુલ પાર્તીનું ટચ્વિટર એકાઇન્ટ હેક
- હેકર્સે પ્રોફાઈલ ફોટો બદલી
દિલ્હીઃ- આજકાલ ટ્વિટર એકાઉન્ટ હેક થવા જેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે હેકર્સ અનેક નેતાઓના એકાઉન્ટને નિશાન બનાવે છે ત્યારે આજરોજ ફરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ હોવાની માહિતી સામે આવી છે.
જાણકારી પ્રમાણે આજેરોજ મંગળવારે વહેલી સવારે TMCનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.હેકર્સે TMCનો પ્રોફાઇલ ફોટો અને નામ બદલી નાખ્યું છે. પ્રોફાઇલ પર TMCની જગ્યાએ ‘યુગા લેબ્સ’ લખેલું જોવા મળ્યું છે. જો કે ટીએમસીના નેતાઓ તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસે પક્ષનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોવાના અહેવાલો પર હજુ સુધી સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. બીજી મહત્વની વાત એ છે કે ટ્વિટર એકાઉન્ટ પર કોઈ ચોક્કસ વાંધાજનક, અપમાનજનક અથવા વિરોધી ટીએમસી ટિપ્પણીઓ પોસ્ટ પણ કરવામાં આવી નથી.આ એકાઉન્ટ કોણે હેક કર્યું અને શઆ માટે આમ કર્યું તે વિગતે હાલ કોી માહિતી મળી નથી.
tags:
twitter account hacked