Site icon Revoi.in

જથ્થાબંધ ફુગાવો 29 મહિનાની નીચી સપાટીએ, ફેબ્રુઆરીમાં 3.85 ટકા થી માર્ચમાં ઘટીને 1.34 ટકા પર પહોચ્યોં

Social Share

દિલ્હીઃ- આજે જારી કરવામાં આવેલ રિપોર્ટ પ્રમાણે માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે.સરકાર દ્વારા માર્ચ મહિનાના જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા જારી કરવામાં આવ્યા છે. માર્ચ મહિના દરમિયાન દેશમાં જથ્થાબંધ મોંઘવારી દર  1.34 ટકા નોંધાયો હતો. જ્યારે, તે 1.6 ટકા હોવાનો અંદાજ હતો.

માર્ચ મહિનામાં WPI ફેબ્રુઆરી મહિનામાં 3.85 ટકા થી ઘટીને 1.34 ટકા પર આવી ગયો છે. આ દરમિયાન ખાદ્યપદાર્થોના જથ્થાબંધ ભાવમાં પણ ઘટાડો થયો છે. માર્ચ મહિનામાં માસિક ધોરણે ખાદ્ય ચીજોનો જથ્થાબંધ મોંઘવારી દર 2.76 ટકા થી ઘટીને 2.32 ટકા પર આવી ગયો છે.

તેનાથઈ અગાઉના મહિનામાં એટલે કે જાન્યુઆરી 2023માં જથ્થાબંધ મોંઘવારી દર 4.73 ટકા હતો. માર્ચ 2022માં જથ્થાબંધ ફુગાવાનો દર 14.62 ટકા હતો. જથ્થાબંધ મોંઘવારીનો તાજેતરનો આંકડો છેલ્લા 29 મહિનામાં સૌથી નીચો છે.

માર્ચ માટે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાના આંકડા જાહેર કરવાના દિવસો પહેલા, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે 12 એપ્રિલે જણાવ્યું હતું કે છૂટક ફુગાવો ગયા મહિને 5.66 ટકાના 15 મહિનાના નીચા સ્તરે પહોંચી ગયો છે. માર્ચ દરમિયાન WPI ફુગાવામાં ઘટાડો મુખ્યત્વે મૂળભૂત ધાતુઓ, ખાદ્ય ઉત્પાદનો, કાપડ, બિન-ખાદ્ય ચીજો, ખનિજો, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનો, ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને કાગળ અને કાગળ ઉત્પાદનોના નીચા ભાવને કારણે હતો.

આ સહીત ખાદ્ય ફુગાવો WPI પણ નજીવો ઘટીને 2.32 ટકા થયો છે, જે ફેબ્રુઆરીમાં 2.76 ટકા હતો. પ્રાથમિક લેખોનો WPI 3.28 ટકા થી ઘટીને 2.40ટકા થયો. ઉત્પાદિત ઉત્પાદન WPI પણ 1.94 ટકા થી ઘટીને -0.77 ટકા  થયો. ખાદ્ય તેલનો WPI -13.99 ટકા થી ઘટીને -21.33 ટકા થયો છે. જો કે, જાન્યુઆરીમાં સુધારેલ WPI 4.73 ટકા થી 4.80 ટકા હતો. મુખ્ય જથ્થાબંધ ફુગાવો 2.4 ટકા થી ઘટીને 0.1 ટકા થયો છે.