Site icon Revoi.in

વિદેશ જવા ઈચ્છતા લોકો માટે માઠા સમાચાર – ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવાઓ પર અનેક દેશોએ લગાવ્યો પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના વધતા વ્યાપને લઈને હવે ભારતીય ફલાઈટ્સને ઉડાન માટેની મંજુરી મળવામાં લાંબો સમય લાગી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, ભારતથી વિદેશ જવા ઈચ્છતા લોકોએ હવે લાંબો ઈન્તઝાર કરવો પડે તેમ છે.

વિશ્વભરમાં કોરોનાની રફતાર જોતા અને ભારતમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને કેટલાક દેશોએ ઈન્ટરનેશલ ફ્લાઈટસ સેવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

અમેરિકા, ફ્રાસં, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને ઓમાન સહીત સંયુક્ત અરબ અમીરાત, કેનેડા .યૂકે અને ન્યૂઝિલેન્ડ જેવા દેશોએ ભારત માટેની ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે.જો કે રહવે આ પ્રતિબંધ ક્યા સુધી લાગૂ રહેશે તે કઈ જ કહી શકાય નહી.

આ સાથે જ એર ઈન્ડિયા અને ઈનિડિગો જેવી નામાંકિત ફ્લાઈટની વિદેશ માટે ઉડાન ન ભરાતા વિમાન સેવાના કારોબારને મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે, ભારતમાં વધતા કેસોને લઈને હવે વિદેશમાં ભારતીય ફ્લાઈટ બેન કરવામાં આવતા માટ પ્રમાણમાં આગળ પણ નુકશાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

સાહિન-