હેડલાઈનઃ રાહુલ ગાંધીએ સાંસદ તરીકે લીધા શપથ
- હુમલા કેસમાં જામીન ના મંજુર
જુનાગઢ સંજય સોલંકી ને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચના જામીન જુનાગઢ કોર્ટે કર્યાં ના મંજૂર..
- સાર્વત્રિક વરસાદની આગાહી
રાજ્યમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘ મહેર ની આગાહી, તો આગામી સાત દિવસ રહેશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ના ખેડવા સુચના
- લોકસભાના સ્પીકર પદ માટે યોજાશે ચૂંટણી
લોકસભા સ્પીકર મુદ્દે એનડીએ ના ઉમેદવાર ઓમ બિરલા વિરુદ્ધ ઇન્ડી ગઠબંધનના નેતા કે સુરેશ વચ્ચે આવતીકાલે યોજાશે…. ચૂંટણી સવારે 11:00 કલાકે થશે મતદાન
- ઈન્ડી ગઠબંધનમાં નારાજગી
ઇન્ડી ગઠબંધનના સ્પીકર પદના ઉમેદવાર કે સુરેશને જાહેર કરાતા તૃણમૂલ કોંગ્રેસ થયું નારાજ, કોંગ્રેસનો નિર્ણય એક તરફી ગણાવતા કહ્યું,અમારી સાથે કોઈ વાતચીત કરવામાં નથી આવી
- કેજરિવાલને ના મળી રાહત
કેજરીવાલ જેલમાં જ રહેશે. હાઈકોર્ટ એ જામીન આપવાનો કર્યો ઇનકાર, કાલે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી
- રાહુલ ગાંધીએ લીધા શપથ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાંસદ તરીકે લીધા શપથ, બંધારણની કોપી હાથમાં રાખી લીધા શપથ
- ઓવૈસીએ શપથ લીધા
Aimim નાં નેતા અસદુદ્દીન ઓવૈસીએ લીધાં સાંસદ તરીકે શપથ. શપથ લીધાં બાદ બોલ્યા જય પેલેસ્ટાઇન.