- સ્કૂલવાન સંચાલકોની હડતાળ સમેટાઈ
ગુજરાતમાં વાલીઓને મળી મોટી રાહત…. સ્કૂલવાન સંચાલકોએ હડતાળ સમેટી…. આરટીઓ પાર્સિંગ મામલે સ્કૂલવાન સંચાલકોને મળી છૂટ
- ટેટ-ટાટ ઉમેદવારો મામલે સીએમ પટેલે યોજી બેઠક
ગુજરાતમાં ટેટ-ટાટ ઉમેદવારોની ભરતી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક, શિક્ષણ વિભાગના સચિવ હસમુખ અઢિયા પણ બેઠકમાં રહ્યાં ઉપસ્થિત….
- નીટની પરિક્ષા મામલે કોંગ્રેસ આક્રમક
નીટ પરીક્ષામાં કથિત ગેરરીતી મામલે કોંગ્રેસ બની વધુ આક્રમક… આગામી 21મી જૂને દેશભરમાં કરશે દેખાવો….
- બારામુલામાં બે આતંકી ઠાર
કાશ્મીરના બારામુલાના સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને માર્યાં ઠાર… એક સુરક્ષા જવાન અથડામણમાં થયો ઘાયલ….
- કેજરિવાલની જ્યુડીશયલ કસ્ટડી વધારાઈ
દિલ્હી લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરિવાલને કોઈ રાહત નહીં…. જ્યુડીશલ કસ્ટડી 3 જુલાઈ સુધી વધારાઈ…
- સીએમ યોગીની સુરક્ષામાં કરાશે વધારો
ઉત્તરપ્રદેશના સીએમ યોગીની સુરક્ષામાં કરાશે વધારો…. ઉત્તરપ્રદેશ પોલીસ સીએમ યોગી ઉપરાંત રાજ્યપાલ તથા અન્ય મહાનુભાવોની સુરક્ષા મજબુત કરવા ખરીદશે આધુનિક હથિયારો….
- ઉત્તરભારતમાં કાળઝાળ ગરમી યથાવત
ઉત્તરભારતમાં કાળઝાળ ગરમીથી પ્રજા ત્રાહિમામ…. ઉત્તર પ્રદેશના ઓરઈમાં નોંધાયું સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન….
- દુનિયામાં વાયુ પ્રદુષણથી 81 લાખ વ્યક્તિના મોત
દુનિયાભારમાં વાયુ પ્રદુષણથી એક વર્ષમાં લગભગ 81 લાખ વ્યક્તિના મોત.. ચીનમાં 21 લાખ અને ભારતમાં 23 લાખ વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ… અમેરિકાની એક સંસ્થાના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ….