Site icon Revoi.in

હેડલાઈન્સઃ અમદાવાદમાં સ્કૂલ સંચાલકોને બીયુ પરમિશન મામલે મળી રાહત

Social Share

બી.યુ. પરમિશન કે ફાયર એનઓસી વિના ચાલતી અમદાવાદની 150 થી વધુ પ્રિસ્કૂલ કે સ્કૂલ જે એએમસી દ્વારા સીલ મરાઈ હતી તે ખોલી શકાશે….. પોસ્ટ 300 રૂપિયાના નોટરાઇઝ બાંહેધરી પત્ર આપવાના રહેશે…….. ૩૦ દિવસમાં ફાયર એનઓસી મેળવવાનું રહેશે અને ત્રણ માસમાં બીયુ પરમિશન મેળવવાની રહેશે……

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને ગુજરાત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…. કુલ 24,700 શિક્ષકોની ભરતી કરાશે….. ગયા મહિને કરી હતી  7500 શિક્ષકોની ભરતીની જાહેરાત…….  આજે કરી 17,200 શિક્ષકોની ભરતીની જાહેરાત…… એમ કુલ મળી 24,700 શિક્ષકોની ભરતી કરાશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી જાહેરાત….

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠીયા પાસેથી અત્યાર સુધીમાં કુલ 28 કરોડ ની મિલકતો મળી આવતા ખળભળાટ મચી ગયો…..  ગઈકાલે એસીબીએ કબજે કર્યું હતું…. 22 કિલો સોનું અને ત્રણ કરોડથી વધુની રોકડ….

આજે રાજય ના 23 જિલ્લામાં વરસાદનું વેલ્થ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સાર્વત્રિક વર્ષા થી ખેડૂતો ખુશ ખુશાલ….

ઉત્તર પ્રદેશમાં હાથરસમાં નાશભાગમાં 122 થી વધુ ના મોત બાદ આજે સવારે સીએમ યોગી એ લીધી…. ઘટના સ્થળની મુલાકાત નિષ્પક્ષ તપાસની આપી ખાતરી…… સીટ ની રચના કરવામાં આવી દુર્ઘટના અને ગણાવી ષડયંત્ર સમાન…..

આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાને આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો…. ભાષણ દરમિયાન વિપક્ષનો હંગામો 32 મિનિટ પછી વિપક્ષે કર્યું ગૃહ માંથી વોક આઉટ….