કદાચ ઘણા ઓછા લોકો બનાના ટી વિશે જાણતા હશે, જેનું સેવન ઘણાી રીતે સ્વાસ્થ્યને ફાયદો કરે છે.કેળાની ચા અને તેના સ્વાસ્થ્ય લાભ વિશે આજે વાત કરીશું સાથે જ આ ટી કેવી રીતે બને છે તે પણ જાણીએ
બનાના ટી શું છે?
બનાના ટી એ કેળા અને તજમાંથી બનેલી હેલ્ધી ચા તરીકે ઓળખાય છે. જેના સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. બનાના ટી ખાસ કરીને એટલે ફા.દા કારક ગણાય છે કારણ કે તેમાં વિટામિન એ, બી, પોટેશિયમ, લ્યુટીન, પ્રોટીન, મેંગેનીઝ, વિટામિન બી6 અને ઘણા એન્ટીઑકિસડન્ટો જેવા આવશ્યક પોષક તત્વો હોય છે.
બનાના ટી બનાવા માટે એક નંગ કેળુ, 1 તજનો પાવડર અને પાણીની જરુર પડે છે. આ ટી બનાવા માટે સૌપ્રથમ એક કપ પાણીને ઉકાળો અને તેમાં સ્વાદ મુજબ તજનો પાવડર ઉમેરો. આ પછી, કેળાને છોલીને તેના ટુકડા કરી લો અને તેને ઉકળતા પાણીમાં નાખો. સારી રીતે ઉકાળ્યા પછી, ગોસ બંધ કરો અને તેને ગાળી લો અને તેને ગરમ અથવા નવશેકું પીવો.
બનાના ટી પીવાના જાણો ફાયદો
પેટનો દુખાવો હોય કે કબજિયાત, કેળાની ચા બંને સમસ્યાઓ પર અદ્ભુત અસર કરે છે અને આ સમસ્યાઓનો અંત આવે છે.કેળાની ચાનું સેવન કરવાથી ફેફસાની સમસ્યાઓ ઓછી થાય છે, કેન્સરને રોકવામાં મદદ મળે છે, પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.
કેળાની ચા પણ વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં વિટામિન એ, બી, પોટેશિયમ, લ્યુટીન અને ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે સાથે જ મેટાબોલિઝમ વધારે છે, જે વારંવાર ભૂખ લાગવાની સમસ્યાને દૂર કરે છે.
જો ઉંઘ ન આવવાની સમસ્યા હોય તો કેળાની ચા બનાવીને પીવાથી ફાયદો થાય છે. તેનું સેવન કર્યા પછી તમને આરામદાયક ઊંઘ આવશે. જો તમે તણાવ, ડિપ્રેશનની સમસ્યાથી પરેશાન છો, તો આ ચા તમને તેનાથી રાહત આપશે, કારણ કે તે મગજ પર સીધી અસર કરીને નર્વસ સિસ્ટમને આરામ આપે છે.