વરસાદની સિઝનમાં ખાવું જોઈએ તુરીયાનું શાક – તુરીયાની વેલના પાન પણ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી
- તૂરીયા ખાવાથી અનેક રોગો મટે છે
- કેટલીક બિમારીઓમાં તુરીયાના પાન પણ ગુણકારી
આપણે સૌ કોઈ આમતો જાણીએ છીએ કે શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબડજ ફાયદાકારક હોય છે, દરેક શાકભાજીમાં જૂદા જૂદા ગુણો હોય છે, તેમાં રહેલા ખનીજ તત્વો શરીરને પુષ્કળ પ્રમાણમાં ફાયદો કરાવે છે,તૂરીયાના શાકને ઔષધીનો ખજાનો કહેવામાં આવે છે, જે શરીરમાં પ્રવેશતા અનેક રોગોનો નાશ કરવાની ક્ષમતા ઘરાવે છે, તો ચાલો જાણીએ તુરીયા ખાવાથી થતા કેટલાક ખાસ ફાયદાઓ.
તૂરીયા શરીરમાં વધતી ગરમીને કંટ્રોલ કરે છે,ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે તેનું સેવન ખૂબ ગુણકારી છે.તુરીયાનો ઉપયોગ અનેક પ્રકારના રોગની સારવાર કરવા માટે થાય છે.જો કોઈને કમળો થયો હોય તો તૂરિયાનો રસના બે થી ત્રણ ટીપા નાકમાં નાખવામાં આવે તો નાકમાંથી પીળો રંગનો દ્રવ બહાર નીકળે છે.
આ સહીત જ્યારે કમળાનો રોગ થતો હોય છે ત્યારે આવા સમયે જંગલમાં રહેતા આદીવાસી જાતિ તૂરિયાનો ઉપયોગ કમળામાં કરે છે. તુરીયાને સુકવીને તેને નારિયેલમાં તેલમાં ઉકાળીને તે તેલ માથામાં લાગવવામાં આવે તો વાળ કાળા થાય છે.આમ તૂરીયાનો ઉપયોગ વાળ માટે પણ ફાયદા કારક છે.
તૂરિયામાં ઈંસુલિનની જેમ પેપ્ટાઈડ્સ જોવા મળે છે તેથી ડાયાબીટિસ નિયંત્રણ માટે એક સારા ઉપાયના રૂપમાં જોવામાં આવે છે.જે લોકો સુગર ધરાવે છે તેમણે આ શાકભાજીનું સેવન કરવું જોઈએ.તૂરીયાના વેલાના પાન પણ ગુણકારી છે,તુરિયાના પાન અને બીજને પાણીમાં વાટીને ત્વચા પર લગાવ્યા પછી દાદ-ખાજ અને ખુજલી જેવા રોગોમાં રાહત મળે છે.
તૂરીયાની વેલના પાનને દૂધ કે પાણીમાં ઘસીને 5 દિવસ સુધી સવાર સાંજ પીવાથી પથરીમાં રાહત મળે છે, અપચો અને પેટની સમસ્યાઓ માટે તૂરિયાનુ શાક ખૂબ જ કારગર સાબિત થાય છે. ડાંગી આદિવાસીઓ મુજબ કાચુપાકુ શાક પેટનો દુ:ખાવો દૂર કરવામાં મદદ રુપ થાય છે.