Site icon Revoi.in

સ્વાસ્થ્યને ફાયદો કરે છે લીલા વટાણા, જાણો વટાણામાં સમાયેલા ગુણો વિશે

Social Share

 

લીલા શાકભાજી આપણી હેલ્થ માટે ખૂબજ ઉપયોગી છે, અનેક શાકભાજી પોતપોતાના હિણઘર્મોથી ખાસ હોય છે, દરેકનું સેવન જૂદા જૂદા રોગોમાં રાહત અને મૂક્તિ આપવાનું કાય્ર કરે છે એજ રીતે લીલા વટાણા પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે જેમાં પ્રોટીન ,કેલરી સહીતના અનેક પોષક તત્વો ભરપુર પ્રમાણમાં હોવાથીસતે શરીરને તંદુરસ્ત રાખવામાં અને એનર્જી પુરી પાડવામાં ખાસ મદદરુપ બને છે.

જાણો લીલા વટાણા ખાવાથી થતા અનેક લાભ

વટાણાથી બનેલી ઘણી વાનગીઓ આપણા દેશમાં ખવાી છે ખાસ કરીને જો તેનું સૂપ પીવામાં આવે તો તે વધુ સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે છે વટાણા શાક કરીને કેલ્શિયમ નો સ્ત્રોત ગણાય છે. જે લોકોમાં બ્લડ શુગર હોય તેને નિયમિત રીતે વટાણા ખાવા જોઈએ.

લીલા વટાણા ફાઈબર અને પ્રોટીનથી ભરપુર હોય છે અને તેથી જ વટાણા લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે, તે તમારી ભૂખ ધટાડે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.લીલા વટાણામાં પુષ્કળ માત્રામાં આયર્ન હોય છે. તેથી તેને આર્યન પણ માનવામાં આવે છે. લીલા વટાણા ખાવાથી આયર્નની માત્રા શરીરમાં જળવાી રહે છે.આયર્ન શરીરમાં એનર્જી લેવલ જાળવવાની સાથે સાથે તમને એનિમિયાની સમસ્યાથી પણ દૂર રાખે છે.

લીલા વટાણામાં ફાયબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને કેલેરી ઓછી. આ ઉપરાંત તેનું સેવન કરવાથી શરીરમાં ઝડપથી ફેટ બર્ન થવાની પ્રોસેસ થાય છે.લીલા વટાણામાં કેરોટીનોઈડ રંગદ્રવ્ય શૂટિનજોવા મળે છે, જે આંખો માટે  શ્રેષ્ઠ હોય છે, વટાણાના સેવનથી આંખ રોશની સારી બને છે.આ સાથે જ દાત માટે પણ વટાણા ગુણકારી છે. વટાણા ના દાણા ને ચાવીને ખાવાથી દાંત અને પેઢા મજબૂત બને છે.