- રોઝમેરીના પાંદડા સ્વાલ્થ્ય માટે ગુણકારીટ
- રોઝમેરીના તેલથી માલિશ કરવાથી દુખાવો મટે છે
આમ તો આપણી ભારતીય સંસંકૃતિમાં અનેક જાતભાતની વનસ્પતિઓ જોવા મળે છે, જેમાં ઘણાના તો આપણે નામ પણ નહી સાંભળ્યો હોય અને કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેને આપણે જોઈ હશે પરંતુ તેનું નામ નહી ખબર હોય અને તેના ગુણો અથવા તો તેના ઉપયોગથી આપણે અજાણ હોઈશું.
આજે આપણે એવી જ એક વનસ્પતિની વાત કરવાના છે, જેનું નામ છે રોઝમેરી,જે ગ્રીન કલરના લાંબા પાતળા પાંદળા વાળી વનસ્પતિ છે, આ વનસ્પતિ તમે ક્યાક ગાર્ડનમાં જોઈ જ હશે પરંતુ કદાચ ખબર નહી હોય કે તેનું નામ રોઝમેરી છે, રોઝમેરીના તેલ તેના પાંદડાના અનેક રીતે ઇપયોગ થાય છે અને તેના ઘણા ફાયદાઓ છે.
રોઝમેરીનો ઉપયોગ સૂપ અને કઠોળ જેવી વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટેકરવામાં આવે છેતેનો સ્વાદ થોડો કડવો હોય છે, રોઝમેરીનો છોડ વંધ્યત્વપૂર્ણ હોય છે.રોઝમેરી આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે.રોઝમેરીનો ઉપયોગ વૃદ્ધત્વના સંકેતોને રોકવામાં, પીડાથી રાહત મેળવવા અને બળતરા ઘટાડવામાં થાય છે.
રોઝમેરીના ઉપયોગથી સફેદ થતા વાળ એટકે છે, 6 ગ્રામ રોઝમેરી, અડધો ચમચી કોફી, 25 ગ્રામ ગૂસબેરી એક સાથે પીસીને દૂધમાં પલાળીને વાળ ઉપર લગાવીને 1 કલાક પછી વાળને ધોઈ લો, આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર આ કરવાથી સફેદ વાળ કાળા થાય છે.રોઝમેરીનાં લીલા પાંદડાઓનો પાણીમાં ઇકાળતા રહો જ્યા સુધી તેનું તેલ છૂટૂ ન પડે, ત્યાર બાદ તેને ઠંડુ કરો અને ગાળી લો.
આ તેલનો ઉપયોગ સાંધાનો દુખાવો ,પીઠનો દુખાવો મટાડવા માટે થાય છે,દુખાવો થાય ત્યા આ તેલથી 20 મિનિટ હળવા હાથે માલીસ કરવું ચોક્કસ રાહત મળશેરોઝમેરીનું તેલ દુખાવો દૂર કરે છે. જેમ કે સાંધાનો દુખાવો, પીઠનો દુખાવો અથવા સંધિવાથી પીડિત વ્યક્તિ રોઝમેરી તેલની દરરોજ માલિશ કરી શકે છે. તેના મસાજથી દુખાવો દૂર થાય છે.
રોઝમેરીના ઉપયોગથી પાચન શક્તિ, પેટમાં ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી નાની સમસ્યાઓમાં રાહત મળે છેરોઝમેરી ઓઇલ સૂર્ય દ્વારા તમારી ચામડીને થયેલા નુકસાનની સારવારમાં મદદ કરે છે.રોઝમેરી પેટમાં અલ્સરની સમસ્યામાં રામબાણ ઈલાજ ગણાય છે, રોઝમેરી એન્ટી બેક્ટેરિયલ હોવાથી તે પેટના અલ્સર મટાડવામાં મદદ કરે છે.રોઝમેરી પાંદડાઓનો પાઉડર પણ ઉપયોગી સાબિત થાય છે. તેના પાંદડાની પેસ્ટ સફેદ વાળ પર લગાવવાથી વાળ કાળા કરવામાં મદદ મળે છે