- વરસાદની સિઝનમાં મકાઈનું કરો સેવન
- સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક
- અનેક પોષક તત્વોથી છે ભરપૂર
વરસાદની સિઝન આવે ને લોકોને નવું નવું ખાવાનું મન થતું હોય છે. અલગ અલગ પ્રકારની વાનગીઓ ખાવાનું મન તો બધાને થાય પણ જો વાત કરવામાં આવે મકાઈની તો ચોમાસાની સિઝનમાં મકાઈ ખાવાથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.
મકાઈને સામાન્ય રીતે શેકીને, બાફીને, તેના દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. સ્નેક્સમાં કોર્ન, જેને ભુટ્ટા કે મકાઇ કહેવાય છે તે સૌથી સારો વિકલ્પ છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.
મકાઈમાં પોષણ મૂલ્ય વધારે છે, મકાઈમાં લગભગ 125-150 કેલરી હોય છે અને તે ફાઇબરથી ભરપુર હોય છે, જે તમારી પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ફાઈબર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. તેમાં બાયફ્લેવોનોઇડ્સ અને કેરોટીનોઇડ્સ સહિત એન્ટી ઓક્સીડેંટ પણ છે.
મકાઈમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે, જેનાથી આપણા શરીરના હાડકા ખુબ મજબૂત બને છે. મકાઈ ખાવાથી શરીરની અંદર રહેલી ઉર્જા પણ ભરપૂર માત્રામાં વધારો જોવા મળે છે. મહિલાઓ માટે મકાઈ ખુબજ લાભકારક છે કેમ કે મહિલાઓમાં તેના માસિકના કારણે કેલ્શિયમની ઉણપ રહેતી હોય છે જેમાં મકાઈ ખુબ જ ફાયદાકારક છે.