Site icon Revoi.in

કોરોના સંકટઃ અમદાવાદ સહિત 8 કોર્પોરેશનને સર્વેલન્સની કામગીરી ઝડપથી કરવાની આરોગ્ય વિભાગ સૂચના

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ અમદાવાદ સહિત આઠ શહેરોમાં સર્વેલન્સની કામગીરીને લઈને મનપા તંત્રને જરૂરી સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસમાં વધારો થતા જ કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનને કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સર્વેલન્સની સૂચના આપવામાં આવી છે. તેમજ શહેરના પ્રવેશ માર્ગો ઉપર ડોમ ઉભા કરીને બહારથી આવતા તમામ વ્યક્તિઓના ટેસ્ટ કરવા પણ તાકીદ કરવામાં આવી છે.

દરમિયાન રાજયના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પહેલેથી જ સતર્ક છે. બીજી લહેર બાદ સરકારે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન બેડ, આઇસીયુ બેડ અને દવાઓ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

(Photo-File)