કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ જ્યારે પણ કસરત કરે ત્યારે કેટલીક કાળજી રાખતા હોય છે પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ બેદરકાર થઈને કસરત કરે છે જે તેમના માટે મોટી સમસ્યા ઉભી કરે છે.
આવામાં જો વાત કરવામાં આવે ટ્રેડમિલની તો જો તમે પહેલીવાર ટ્રેડમિલનો ઉપયોગ કરી રહ્યા છો, તો સ્પીડનું ખાસ ધ્યાન રાખો. આ કારણ છે કે જે સપાટ જમીન પર ચાલે છે તેના માટે ટ્રેડમિલ પર દોડવું સંપૂર્ણપણે અલગ છે, તેથી જો તમે ટ્રેડમિલ પર દોડવાનું શરૂ કરી રહ્યા છો, તો ધીમે ધીમે સ્પીડ વધારવી. તેમજ, જીમ ટ્રેનરની દેખરેખમાં જ રનીંગ કરવી.
જે લોકોને પહેલાથી જ બેકપેઈનની સમસ્યા હોય તેમણે ટ્રેડમિલ પર દોડવાનું ટાળવું જોઈએ. આનું કારણ એ છે કે ટ્રેડમિલ પર દોડવાથી તમને પીઠની ગંભીર સમસ્યા ઈજા થવાનું જોખમ રહે છે. તેથી આવું કરવાનું ટાળો.
ટ્રેડમિલ પર દોડતા લોકોએ સ્ટીરોઈડ યુક્ત પ્રોટીન લેવાનું ટાળવું જોઈએ.આનું કારણ એ છે કે તેનાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે.