Site icon Revoi.in

ભારતમાં આરોગ્યએ વાણિજ્ય નથી પરંતુ સેવા છેઃ ડો. માંડવિયા

Social Share

નવી દિલ્હીઃ ઋષિકેશમાં એઈમ્સના ત્રીજા દીક્ષાંત સમાહોરમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રો. એસ.પી. સિંહ ભાગેલની હાજરીમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) હેઠળ 150 બેડના ક્રિટિકલ કેર બ્લોકનો શિલાન્યાસ કર્યો હતો. ડૉ.મનસુખ માંડવિયાએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની હાજરીમાં સરકારી દૂન મેડિકલ કોલેજ, દેહરાદૂનમાં કેથ લેબ, ICU, મેમોગ્રાફી અને ડિજિટલ રેડિયોગ્રાફી મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં આરોગ્યએ વાણિજ્ય નથી પરંતુ સેવા છે.

ઋષિકેશ AIIMSના દિક્ષાંત સમારોહના ભાગરૂપે કેન્દ્રીય આરોગ્યમંત્રી, ડૉ. ભારતી પ્રવિણ અને પ્રોફેસર એસ.પી. સિંહ ભગેલે AIIMS ઋષિકેશના હોશિયાર વિદ્યાર્થીઓને Ph.dની ડિગ્રીઓ અને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ મેડિકલ એવિડન્સ, ઇન્સ્ટિટ્યૂટ એન્થમ અને મેગેઝિન “સ્વસ્થ ચેતના” પર જર્નલ બહાર પાડ્યું. આ પ્રસંગે ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, ભારતમાં આરોગ્ય એ વાણિજ્ય નથી પરંતુ સેવા છે. સ્વસ્થ નાગરિકો સ્વસ્થ સમાજ બનાવે છે અને સ્વસ્થ સમાજ સમૃદ્ધ રાષ્ટ્ર બનાવે છે. સરકાર સાથે મળીને તબીબી શિક્ષણ આરોગ્યસંભાળને સસ્તું અને સુલભ બનાવવામાં ઊંડી ભૂમિકા ભજવશે. શીખવું એ જીવનભરની પ્રક્રિયા છે, જેઓ શીખવાનું ચાલુ રાખે છે, તેઓ તેમના વ્યવસાયમાં તેમજ તેમના જીવન બંનેમાં વિકાસ કરતા રહે છે.