- મંત્રી સત્યેન્દ્ર જેનની મુશ્કેલીઓ વધી
- 13 જૂન સુઘી ઈડીએ કસ્ટડી વધારી
દિલ્હી – મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી જૈન આજ સુધી એટલે કે 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં હતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે ગુરુવારે સવારે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ પછી, કોર્ટે તેને 13 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે મંત્રી સત્યેનદ્ર્ જૈનની તબિયત બગડતા જ તેઓ કોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા. ઈડીની ટીમ જૈનને આરએમએલ હોસ્પિટલમાં તેઓને લઈને પહોચી છે. સત્યેન્દ્ર જૈન પર મની લોન્ડરિંગનો આરોપ છે. આ જ કેસમાં ED દ્વારા 30 મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ જૈનના પરિવાર અને કંપનીઓની રૂ. 4.81 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી હતી.જેમાં અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય કંપનીઓની સંપત્તિનો સમાવેશ થાય છે.
દિલ્હીના મંત્રી જૈન પર આરોપ છે કે તેણે દિલ્હીમાં અનેક શેલ કંપનીઓ શરૂ કરી છે અથવા ખરીદી છે. તેણે કોલકાતામાં ત્રણ હવાલા ઓપરેટરોની 54 શેલ કંપનીઓ દ્વારા 16.39 કરોડ રૂપિયાનું કાળું નાણું પણ લૉન્ડર કર્યું હતું. આ સાથે જ મંત્રી જૈને પ્રયાસ, ઈન્ડો અને અકિંચન નામની કંપનીઓમાં મોટી સંખ્યામાં શેરો રાખ્યા હતા. રિપોર્ટની જો માનીએ તો 2015માં કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા બાદ જૈનના તમામ શેર તેમની પત્નીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.