- સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ભુવનેશ્વર પહોંચ્યા
- AIIMS અને કટક હોસ્પિટલમાં તબીબી સહાયની કરી સમીક્ષા
ભૂનેશ્વરઃ- ઓડિશાના બાલાસોરમાં શુક્રવારની સાંજે ત્રિપલ ટ્રેન એકસ્માત સર્જાયો હતો જેમાં 288 લોકોના મોત થયા તો 900થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા ઘટના બાદ ઓડિશાની હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ,એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ અનેક લોકોને બહાર કાઢ્યા અને સારવાર અર્થે ખસેડાયો.
આ સહીત અનેક રાજ્યોએ ડોક્ટરની ટિમ પર ઓડિશા માટે રવાના કરી જેથી દર્દીઓને સારવાર મળવામાં વાર ન થાય અને સમય પર દરેક ને સારી તબીબી વ્યવસ્થા મળી રહે ત્યારે હવે કેન્દ્રીય આરોગ્યમંત્રી નમસુખ માંડવિયા પણ આજ રોજ ઓડિશાની રાજઘાની ભનેશ્વરની મુલાકાતે પહોચ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રવિવારે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને આપવામાં આવી રહેલી તબીબી સહાયની સમીક્ષા કરવા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સભુવનેશ્વર અને કટક મેડિકલ કૉલેજની મુલાકાત લેવા પહોંચ્યા છે
આ અગાઉ, માંડવિયાએ કહ્યું હતું કે AIIMS ભુવનેશ્વરના ડોકટરોને રાહત કામગીરીમાં મદદ કરવા માટે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળ તેમજ કટકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે.