જી-20 સમિટના આરોગ્યમંત્રીઓ સાથે મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાત – દવા કંપનીઓને રોકાણ માટે આપ્યું આમંત્રણ
- સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ જી 20 બેઠકમાં ભાગ લીધો
- આ બેઠક માટે તેઓ ઈટલીની મુલાકાતે છે
- જી 20ના આરોગ્ય મંત્રીઓ સાથે કરી મુલાકાત
દિલ્હીઃ દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઈટલીમાં જી-20 સમિટના આરોગ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે ઇટલીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને યાત્રામાં પ્રાધાન્ય આપવા અને આરોગ્ય તથા દવા ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગે તેમના ઇટાલિયન સમકક્ષ રોબર્ટો સ્પેરન્ઝા સાથે ચર્ચા કરી હતી.
માંડવિયા હાલ જી- 20 ગ્રુપના આરોગ્ય મંત્રીઓની બેઠકને લઈને ઈટલીની મુલાકાતે છે, ઇટલીમાં છે. તેમણે શ્રેણીબદ્ધ કરેલા ટ્વિટમાં કહ્યું હતું કે, “આરોગ્ય અને દવાના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ઇટલીના આરોગ્ય મંત્રી રોબર્ટો સ્પેરન્ઝા સાથે ચર્ચા કરી.”
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ‘ઇટાલીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન લેનારા વેક્સિન લીધેલા કરાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મુસાફરીમાં પ્રાથમિકતા આપવા અંગે ચર્ચા કરી છે.આ ઉપરાંત, ઇટાલિયન ફાર્માસ્યુટિકલ કંપનીઓને ભારતમાં રોકાણ કરવા અને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા આમંત્રણ આપ્યું.
આ સાથે જ મંત્રી માંડવિયાએ જણાવ્યું છે કે, યુકેના આરોગ્ય મંત્રી સાજિદ જાવિદને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું અને તેમની સાથે બંને દેશો વચ્ચે આરોગ્ય ક્ષેત્રમાં વાતચીતના ફોર્મેટ પર ચર્ચા કરી. માંડવિયા યુકેના વિદેશ સચિવને મળ્યા યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટને મળ્યા પછી, માંડવિયાએ ટ્વિટ કર્યું કે યુકેએ ભારતના કોરોના મેનેજમેન્ટની પ્રશંસા કરી અને દેશની મોટા ભાગની વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવા બદલ તેઓએ અભિનંદન પાઠવ્યા હતા.