- જી 20ની 56 શહેરોમાં 200 બેઠકો યોજાશે
- તમામ કાર્યક્રમોમાં અપાશે પ્રાદેશિક નાસ્તો
- ભાજપ G20 માટેની તૈયારીઓમાં વ્યસ્ત બીજેપી
- તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ પણ તેમના સ્તરે આમાં ભાગ લેશે.
આ વર્ષ દરમિયાન ભારત દેશ જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે દેશની પ્રાચીન ઘરોહર ગણાતા શહેરો અને સ્મારકોને સજાવવામાં આવી રહ્યા છે રાજધાની દિલ્હીમાં રસ્તાઓ સહીત કામકાજ કરાવામાં આવી રહ્યું છે ત્યારે
આ સમગ્ર સ્થિતિ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રવક્તાઓને નિર્દેશ આપ્યો કે તેઓ વૈશ્વિક ઈવેન્ટને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસોમાં લાગી જવાનું છએ તેના ભાગ રુપે હવે બીજેપીના તમામા કાર્યકરો આ ચતૈયારીમાં જોતરાયા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિદેશ મંત્રી એસ. જયશંકરે G-20 કાર્યક્રમની તૈયારી અંગે પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર હાજર હતા. તેમણે બેઠક દરમિયાન પાર્ટીના પ્રવક્તા અને પેનલના સભ્યોને સમજાવ્યું કે ભારત માટે G-20નું શું મહત્વ છે.જેથી કરીને તેની ગંભીરતા દરેક કાર્યકર્તાઓ સમજી શકે.
ઉલ્લેખનીય છે કે 56 શહેરોમાં 200 થી વધુ બેઠકો યોજાવાની છે. તે શહેરોના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ગ્રીન ડેવલપમેન્ટ અને ખેડૂતો, યુવા અને મહિલા સશક્તિકરણ જી-20 કાર્યક્રમની ત્રણ થીમ રાખવામાં આવશે,આ સહીત G-20 મીટિંગ દરમિયાન, “સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રાદેશિક ઉત્સવોનું પમ ાયોજન કરવામાં આવશે.
આ સાથે જ આ કાર્યક્રમો દરમિયાન, સ્વદેશી તકનીકનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત જે તે શહેરમાં મિટિંગ હશે ત્યાના જ પ્રાદેશિક નાસ્તો મહેમાનો પીરસવામાં આવશે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પણ મહેમાનોને ખાસ રીતે ભેટ આપવામાં આવશે.