- ગર્ભવતી મહિલાઓ માટે ગાઈડલાઈન જારી
- સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરી ગાઈડલાઈન
- જણાવ્યું -શા માટે જરૂરી છે કોરોના વેક્સિન
દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિન લેવાની ગાઈડલાઈન જારી કરી છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિનેશન એકદમ સુરક્ષિત છે અને તે કોરોના સામે લડવા માટે તે રીતે કામ કરશે જે અન્ય લોકો માટે કરે છે.આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, વેક્સિનેશન માટે મહિલાઓ કોવિન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન અથવા વેક્સિનેશન સેંટર પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
ખરેખર ઘણા લોકોના મનમાં સવાલો ઉભા થઇ રહ્યા છે કે, શું ગર્ભવતી મહિલાઓ માટે માટે વેક્સિનેશન સુરક્ષિત છે કે નહીં. આ આશંકાને કારણે ઘણી મહિલાઓને વેક્સિન લગાવી રહી નથી. એવામાં સરકારે હવે આ પ્રશ્નોના જવાબો આપ્યા છે.
આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ ગર્ભાવસ્થામાં સંક્રમણનું જોખમ વધતું નથી. મોટાભાગની મહિલાઓમાં હળવા લક્ષણો હોઇ શકે છે. એવામાં જરૂરી છે કે, કોરોનાથી બચવા માટે દરેક જરૂરી પગલા લે. તેમાં વેક્સિનેશન પણ સામેલ છે.
કોરોનાની પહેલી અને બીજી લહેરની વચ્ચે ગર્ભવતી મહિલાઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. પ્રથમ લહેરમાં તેનામાં સિમ્પ્ટોમેટીક કેસ વાળા 14.2 ટકા હતા, જ્યારે બીજી લહેરમાં તે વધીને 28.7 ટકા થયો છે. પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં ગર્ભવતી મહિલાઓમાં સંક્રમણનો દર બેવડો હતો.