Site icon Revoi.in

કોરોનાથી સાજા થયેલા દર્દીઓ ડાયાબિટીસનો કેમ શિકાર થઇ રહ્યા છે? આ છે કારણ

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસથી લોકોના સ્વાસ્થ્ય પર એટલી ગંભીર અસર જોવા મળી છે કે જે લોકો અગાઉ ડાયાબિટીસથી પીડિત હતા તેઓ કોરાનાથી સંક્રમિત થયા બાદ તેઓનું સુગર લેવલ કંટ્રોલમાં આવી રહ્યું નથી. પણ જેઓમાં ડાયાબિટીસ નહોતો તેઓમાં પણ ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. પોસ્ટ કોવિડ એટલે કે કોરોના વાયરસ થયા બાદ આ પ્રકારના ડાયાબિટીસના દર્દીઓના કેસ સતત વધી રહ્યા છે. જે આગામી સમય માટે ખતરારૂપ છે.

દિલ્હીના ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે. જેઓને અગાઉ ડાયાબિટીસ હતો અને કોરોના થયો હતો તેવા દર્દીઓમાં કોરોનામાંથી સાજા થયા બાદ પણ સુગર લેવલ ઘણાં મહિનાઓ સુધી કંટ્રોલમાં આવી રહ્યું નથી. જ્યારે કોરોનાની બીજી લહેર બાદ, ડાયાબિટીસના નવા દર્દીઓની સંખ્યા પણ વધી છે. દર મહિને 8-10 દર્દીઓ આવી રહ્યા છે જેઓને પહેલા ડાયાબિટસ નહોતો પણ કોરોના થયા પછી ડાયાબિટીસના શિકાર બન્યા છે.

કોરોના પછી ડાયાબિટીસ થવાનું કારણ

કોરોના પછી ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે જેમાં કોરોનાની સારવાર દરમિયાન અપાતી સ્ટેરોઇડ આપવાના કારણે ડાયાબિટીસની સમસ્યા ઊભી થઇ છે. જ્યારે બીજું કારણ એ છે કે કોરોના વાયરસ બીટા કોશિકાઓ પર હુમલો કરે છે અને તેને તોડવાના પ્રયાસ કરે છે. જેનાથી શરીરમાં ઇન્સ્યુલિન નીકળવાનું ઘટી જાય છે અને સુગરનું પ્રમાણ વધવા લાગે છે.

પોસ્ટ કોવિડમાં ડાયાબિટીસના દર્દી ખૂબ વધી ગયા છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં જોવા મળ્યું છે કે દર 10માંથી 2 દર્દી એવા છે કે જેઓનું સુગર લેવલ કંટ્રોલમાં આવી રહ્યું નથી. પોસ્ટ કોવિડમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે. દિલ્હીમાં પોસ્ટ કોવિડમાં ડાયાબિટીસના દર્દીઓમાં 25થી 30 ટકાનો વધારો થયો છે.