ચોમાસામાં સામાન્ય રીતે લોકોને દાળવડા અને ભજીયા ખાવાનું મન વધારે થાય છે. લોકોને આ ઉપરાંત પણ કેટલીક નવી વાનગીઓ ખાવાનું મન થતું હોય છે ત્યારે જો વાત કરવામાં આવે નવી રેસીપીની તો તે સૌ કોઈને પસંદ આવી શકે છે. વાત છે ભાત પકોડાની,
ભાત પકોડા બનાવવા માટે 1 કપ ચોખા, 1 કપ બેસન (ચણાનો લોટ), 1 ટીસ્પૂન ચાટ મસાલો, 3 ડુંગળી, 1 ચમચી મરચું પાવડર, જરૂર મુજબ મીઠું, 3 કપ પાણી, બટાકા, ટીસ્પૂન સૂકી કેરી પાવડર, 1 ઇંચ આદુ, 1 ચમચી હળદર, 3 લીલા મરચા, 2 કપ તેલની જરૂર પડશે.
બનાવવા માટેની રીત એવી છે કે સૌપ્રથમ ચોખાને ધોઈને બાજુ પર રાખો. હવે પ્રેશર કૂકરમાં ચોખા મૂકો અને પાણી ઉમેરો. તેમને ઉકાળો. આ સાથે જ બીજા પ્રેશર કૂકરમાં બટાકા અને પાણી નાખો. બાફી નાખો. એક ચોપીંગ બોર્ડ લો અને તેમાં ઝીણા સમારેલા લીલા મરચા, આદુ અને લીલા ધાણા ઉમેરો અને લીલા મરચા અને આદુને એક અલગ બાઉલમાં રાખો. બાફેલા બટાકાને નાના ક્યુબ્સમાં કાપો. બેટર બનાવવા માટે એક બાઉલ લો અને તેમાં ચણાનો લોટ, હળદર, મરચું પાવડર, આમચૂર અને ચાટ મસાલો ઉમેરો. બેટર બનાવવા માટે પાણી ઉમેરો. તે બહુ જાડું કે બહુ પાતળું ન હોવું જોઈએ. હવે બેટરમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ, લીલા મરચાં, કોથમીર, સમારેલા બટેટા અને બાફેલા ચોખા ઉમેરો. એક ઊંડા તળિયાવાળું તપેલું લો. મધ્યમ તાપ પર તેલ ગરમ કરો. હવે તમારા હાથનો ઉપયોગ કરીને પકોડા બનાવવા માટે ધીમે-ધીમે બેટરને પેનમાં નાખો. તેને ડીપ ફ્રાય કરો. હવે એક પ્લેટ લો. તેના પર ટિશ્યુ રાખો. ત્યાર બાદ તેના પર પકોડા કાઢીને રાખો. પકોડાને સમારેલી લીલા ધાણાથી ગાર્નિશ કરો. આ ફુદીનાની ચટણી સાથે સર્વ કરો અને આનંદ લો.