નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવાની માંગ બાબતે આજે કોર્ટ માં સુનાવણી
- નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન મામલે આજે કોર્ટમાં સુનાવણી
- રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ધાટન કરાવવાની વિરોધ પક્ષની માગ
દિલ્હીઃ- નવા સંસદ ભવનની ઉદ્ધાટનની તારીખ જ્યારથી નકક્કી કરવામાં આવી છે ત્યારથી વિરોધ પાર્ટીએ ઓ વોંધો ઉઠાવ્યો છે પીેમ મોદીના હસ્તે આ ઉદ્ધાટન ન કરતા રાષ્ટ્રપતિે નવા સસંદભવનનું ઉદ્ધાટન કરવું જોઈે તેમ વિરોઘ પક્ષનું કહેવું છે ત્યારે હવે આ માગ સાથે ોકર્ટમાં આજે સુનાવણી થવા જઈ રહી છે.
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે. પિટિશનમાં સુપ્રીમ કોર્ટ પાસેથી નવી ઇમારતનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પાસેથી કરાવવા માટે લોકસભા સચિવાલયને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.
આ સથે જ આ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, લોકસભા સચિવાલયનું નિવેદન અને લોકસભાના મહાસચિવને ઉદ્ઘાટન સમારોહ માટે આપવામાં આવેલ આમંત્રણ ભારતીય બંધારણનું ઉલ્લંઘન છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. બંધારણના અનુચ્છેદ 79 મુજબ રાષ્ટ્રપતિ પણ સંસદનો આવશ્યક ભાગ છે. તેમનું ઉદ્ઘાટન ન કરવાનો લોકસભા સચિવાલય દ્વારા લેવાયેલો નિર્ણય ખોટો છે.
વધુમાં અરજી એમ પણ જણાવાયું છે કે ક દેશના બંધારણીય વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ જ વડાપ્રધાનની નિમણૂક કરે છે. તમામ મોટા નિર્ણયો પણ રાષ્ટ્રપતિના નામે જ લેવામાં આવે છે. કલમ 85 હેઠળ માત્ર રાષ્ટ્રપતિ જ સંસદનું સત્ર બોલાવે છે. કલમ 87 હેઠળ, તેમની પાસે સંસદમાં એક સંબોધન છે, જેમાં તેઓ બંને ગૃહોને સંબોધિત કરે છે.સંસદ દ્વારા પસાર કરાયેલા તમામ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી પછી જ કાયદા બની જાય છે. એટલા માટે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન ખુદ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ.ત્યારે હવે સુપ્રિમ કોર્ટમાં આજે આ મામલે હંગામો મચી શકે છે.તમામ વિરોધ પાર્ટીઓ આ ઉદ્ધાટનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.