Site icon Revoi.in

કાવડયાત્રાના રૂટ પર નેમ પ્લેટ મુકવાના આદેશ મામલે આજે સુપ્રીમમાં સુનાવણી

Social Share

કાવડ યાત્રાના રૂટ પર દરેક દુકાનદારને માલિકનું નામ દર્શાવવાની પ્લેટ મુકવાના આદેશને પડકારતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી થશે આ અંગે એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. NGOની અરજીમાં યોગી સરકારના આદેશને પડકારવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે તેને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે.

ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતી દુકાનો પર નેમ પ્લેટ લગાવવાના આદેશને પડકારતી અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ સમક્ષ થવાની છે. એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ એનજીઓની માંગ છે કે યુપી સરકારના આદેશને રદ કરવામાં આવે.

હુકમ સામે કોણે વિરોધ કર્યો?

યોગી સરકારના નેમ પ્લેટ ઓર્ડરને રદ્દ કરવાની માંગ કરતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા, પ્રોફેસર અપૂર્વાનંદ અને આકાર પટેલની અરજીઓ પણ સામેલ છે. પ્રોફેસર અપૂર્વાનંદ અને આકાર પટેલે SCમાં ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડના આદેશને પડકાર્યો છે જેમાં કાવડ માર્ગ પરની દુકાનો પર નેમ પ્લેટ લગાવવાનો મુદ્દો સામેલ હતો.

NDAની સહયોગી પાર્ટીઓ પણ વિરોધ કરી રહી છે

NDAના સહયોગી JDU, RLD અને LJPએ યોગી સરકારના નેમ પ્લેટ ઓર્ડરનો વિરોધ કર્યો છે. રાષ્ટ્રીય લોકદળ (RLD)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ પણ સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સરકારે આ નિર્ણય પાછો ખેંચી લેવો જોઈએ, મુઝફ્ફરનગર પહોંચેલા આરએલડી પ્રમુખે કહ્યું, ‘અમારી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આ મુદ્દે નિવેદન આપી ચૂક્યા છે અને મારું પણ આ જ વલણ છે. બધા કાવડીયાઓની સેવા કરે છે. ધર્મ કે જાતિના આધારે કોઈ સેવા લેતું નથી. આ બાબતને ધર્મ અને જાતિ સાથે ન જોડવી જોઈએ.