Site icon Revoi.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની અરજી પર આજે સુરત કોર્ટમાં સુનાવણી

Social Share

અમદાવાદઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી કેસમાં આજે સુરતની કોર્ટમાં સુનવણી કરવામાં આવશે,  મોદીની અટક બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલ પર આજે સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે.

આ પહેલા રાહુલ ગાંધીએ 23 માર્ચે નીચલી કોર્ટના નિર્ણય સામે 3 એપ્રિલે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના નિર્ણયને ખોટો છઠેરાવ્યો છે.  રાહુલ ગાંધીએ પોતાની અપીલમાં એમ પણ કહ્યું કે મોદી સમાજ જેવો કોઈ રેકોર્ડ નથી. વિપક્ષના નેતા તરીકે તેમણે જે કહ્યું તેને લોકશાહીમાં ટીકાના સંદર્ભમાં જોવું જોઈએ.

આ સાથે જ  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અપીલમાં ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે. તો આ કેસમાં અરજદાર પૂર્ણેશ મોદીએ સેશન્સ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં નવા સવાલો ઉભા કર્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ 3 એપ્રિલે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી ત્યારે કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપરાંત બહેન પ્રિયંકા ગાંધી પણ સુરતમાં હાજર હતા.

આ સાથે જ રાહુલ ગાંધીના વકીલે સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે બીજી બાજુ સાંભળ્યા વિના આવો આદેશ આપી શકાય નહીં. કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદીને 10 એપ્રિલ સુધીમાં જવાબ આપવા નોટિસ ફટકારી હતી

રાહુલ ગાંધીના વકીલ ગૌરવ પંડ્યાએ જણાવ્યું કે આજે કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે અપીલ સ્વીકારી છે. રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. હવે આ મામલે આગામી સુનાવણી 13 એપ્રિલે થશે. 3 એપ્રિલના રોજ રાહુલ ગાંધીએ ગુજરાતની સુરતની સેશન્સ કોર્ટમાં બે અરજી દાખલ કરી હતી. એક માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા માટે અને બીજો નિયમિત જામીન માટે હતો.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજીના જવાબમાં ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 11 એપ્રિલે 30 પાનાનો વાંધો દાખલ કર્યો છે. તેણે ડુપ્લિકેટમાં પોતાનો વાંધો નોંધાવ્યો છે. એક નકલ કોર્ટને અને બીજી બીજી પક્ષકારને આપવામાં આવે છે.