Site icon Revoi.in

ગુજરાત હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થશે સુનાવણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને વચ્ચે હાઈકોર્ટમાં તા. 4 જાન્યુઆરીથી ન્યાયમૂર્તિઓની ચેમ્બરમાં વિવિધ અરજીની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટમાં કોવિડ ગાઇડલાઇનને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવશે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રજિસ્ટ્રી વિભાગને સંબંધિત તૈયારીઓ કરવા માટે આદેશ કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાઈકોર્ટ સંકુલને તાજેતરમાં જ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. તેમજ અગાઉ કેટલાક કર્મચારીઓ સંક્રમિત પણ થયાં હતા. જેથી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હવે ન્યાયમૂર્તિની ચેમ્બરમાંથી જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘડી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા પણ સંક્રમણ વધારે ન ફેલાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.