Site icon Revoi.in

સાઈલેન્ટ કિલર છે હાર્ટ એટેક, જાણો તેના લક્ષણ અને કોને હોય છે સૌથી વધારે ખતરો?

Social Share

ઘણી વખત એવું બને છે કે શરીર પર કોઈ લક્ષણો દેખાતા નથી અને પછી હાર્ટ એટેક આવે છે. તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે.

જ્યારે હાર્ટ એટેક સંબંધિત ટેસ્ટ કરવામાં આવે ત્યારે હાર્ટ એટેકની જાણ થાય છે. ચાલો જાણીએ કે આ સાયલન્ટ કિલર કેટલું ખતરનાક છે અને કયા લોકો પર વધુ જોખમ છે.

સાયલન્ટ હાર્ટ એટેકને ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે. ઘણી વખત એવું બને છે કે તેના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી. સાયલન્ટ હાર્ટ એટેક સામાન્ય હાર્ટ એટેક જેટલો જ ખતરનાક છે. આ સ્થિતિમાં હૃદયને નુકસાન થઈ શકે છે.

સાયલન્ટ હાર્ટ એટેક સામાન્ય હાર્ટ એટેક જેટલો જ ખતરનાક છે. આ સ્થિતિમાં હૃદયને નુકસાન થઈ શકે છે. જ્યારે લોહી અને ઓક્સિજન હૃદય સુધી યોગ્ય રીતે પહોંચતું નથી, ત્યારે હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. સ્ત્રીઓને સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે. ઘણી વખત તણાવના કારણે મહિલાઓને સાયલન્ટ હાર્ટ એટેકનો સામનો કરવો પડે છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એકેટના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. હાર્ટ એટેકનો ભોગ હવે નવ યુવાનો પણ બની રહ્યાં છે. જે સૌથી વધારે ચિંતાનો વિષય હોવાથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

આપણી લાઈફસ્ટાઈલ અને ફુડમાં આવેલા ફેરફારના કારણે હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયાનું જાણકારોનું માનવું છે. બીજી તરફ તંત્ર દ્વારા અંગે જરુરી પગલા લેવામાં આવી રહ્યાં છે.