હ્રદયના દર્દી ભૂલથી પણ ના આરોગે આ 5 વસ્તુંઓ, નહીં તો એટેકનો ખતરો વધશે
આપણું સ્વાસ્થ્ય આપણા ખોરાક પર નિર્ભર કરે છે એટલે સારા સ્વાસ્થ્ય માટે 80 ટકા રોલ આપણી ડાઈટનો હોય છે. એટલે ખોરાકનું ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે. ખાસ કરીને ડાયાબિટીસ, હાર્ટ ને બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે.
દુનિયાભરમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. તેના પાછળ કારણ હોઈ શકે છે, પણ તેમાથી મોટાભાગના પરિબળોમાં નબળી જીવનશૈલી અને ખોરાકનો સમાવેશ થાય છે
• મેંદો
મેદાનું સેવન હાર્ટના દર્દીઓ માટે હાનિકારક હોય છે. આ કેલેરીમાં વધુ હોવા સાથે તે ચરબી અને કોલેસ્ટ્રોલ બંન્નેમાં વધારો કરે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે
• ઈંડાનો પીળો ભાગ
નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ હેલ્થ મુજબ ઈંડાનો પીળો ભાગમાં પોષણ તત્વો સાથે ફેટની વધારે માત્રા હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો વધે છે એટલે હાર્ટના દર્દીઓએ ઈંડાનો પીળો ભાગ ખાવાનો ટાળવો જોઈએ.
• કોફી
વધુ માત્રામાં કોફીનું સેવન હાર્ટના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોફીમાં હાજર કેફીન હૃદયના ધબકારા ઝડપી બનાવી શકે છે અને બ્લડ પ્રેશર વધારી શકે છે.
• ફળો નો રસ
ફળોના રસમાં ખાંડ અને કેલરી બંને વધુ માત્રામાં હોય છે, જે હૃદય માટે સારું નથી. તેથી હૃદયના દર્દીઓએ ફળોના રસને બદલે ફળો ખાવા જોઈએ.
• પિસ્તા
પિસ્તા ડ્રાય ફ્રુટ્સ છે અને તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. હાર્ટ પેશન્ટને ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. પિસ્તામાં સોડિયમની માત્રા વધુ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.