Site icon Revoi.in

ગાંધીનગરમાં હીટ એન્ડ રન, પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા એકનું મોત, એકને ગંભીર ઈજા

Social Share

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે શહેરના ગ-0 બ્રિજ પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. પૂરફાટ ઝડપે કારએ બાઈકને ટક્કર મારતા બાઈકસવારો રોડ પર પટકાતા ગંભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઇક સવાર બે મિત્રોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા. જ્યાં એક મિત્રનું સારવાર દરમિયાન મોત નિપજતા સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, બાઈકસવાર બે વ્યક્તિઓ ગાંધીનગરના ગ – 0 બ્રિજ ઉપર થઈ સરગાસણ તરફ જઈ રહ્યા હતા. એ વખતે અજાણ્યા કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી બાઈકને પાછળથી ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. અને સેકટર-7 પોલીસ પણ દોડી આવી હતી. અને 108 ઓમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત બાઈક સવારોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અને ત્યાથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સંજય જીવા આહિરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના નરોડા હંસપુરા ખાતે રહેતા જયસિંગ દુલાભાઈ બામણીયાને તેની સાળીનાં દીકરા હજારી ઉર્ફે તુફાન રામાભાઇ મિણાનો ગ – 0 બ્રિજ ઉપર અકસ્માત થયો હોવાની સેકટર 7 પોલીસે જાણ ટેલીફોનિક જાણ કરી હતી. આથી જયસિંગ તુરંત ઘરેથી નીકળીને ગાંધીનગર સરખેજ હાઈવે ગ – 0 બ્રિજ ઉપર પહોંચ્યો હતો. અને જોયું તો હજારી મિણા (રહે. ગોતા, ધંધો – ડ્રાઇવિંગ) નું બાઈક રોડની બાજુમાં ડિવાઇડર ઉપર પડયું હતું. અને લોકોનું ટોળુ એકઠું થયેલું હતુ. આથી જયસિંગે તેના સાળીના દીકરા સાથે ઘવાયેલા અજાણ્યા યુવકનો ફોટો પાડીને તેના સાળાને મોકલી આપતા જાણવા મળેલ કે, અજાણ્યા યુવકનું નામ સંજય જીવા આહિર હોવાનું માલુમ પડયું હતું. બન્ને મિત્રો બાઈકની નંબર પ્લેટ નખાવવા માટે ડૂંગરપુર જવા માટે સાળાનાં ઘરેથી નિકળ્યા હતા. અને અકસ્માત સર્જાયો હતો.