અમદાવાદના નારોલ પાસે હીટ એન્ડ રનનો બનાવ,વૃદ્ધનું મોત
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના ટ્રાફિકથી ભરચક ગણાતા નારોલ સર્કલ પાસે લોડિંગરિક્ષા ચાલકને ટ્રકચાલકે ટકકર મારતા રિક્ષા પલ્ટી ખાતા એક વૃદ્ધનુ મોત નિપજયુ હતુ. હીટ એન્ડ રનના આ બનાવમાં અકસ્માત બાદ ટ્રક ફરાર થઈ થઈ હતો. પોલીસે સીસીટીવીના કુટેજ મેળવીને નાસી છૂટેલા ટ્રકચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, શહેરના ચાંદખેડા કેબી રોયલ ફલેટમાં રહેતા યોગેશભાઈ મોહનભાઈ પ્રજાપતિ લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. બન્યુ એવુ કે, નિત્યક્રમ મુજબ ઘરેથી રિક્ષા લઈ યોગેશ ભાઈ કામે નીકળ્યા હતા. દરમિયાન સવારના 10.30 વાગ્યાના સુમારે તેઓ લોડિંગ રિક્ષા લઈને લાંભા ભમ્મરિયા ટર્નિંગ નારોલ સર્કલ હાઈવે કોઠારી મેટલ્સ પ્રા.લિ.ની સામેથી લોડિંગ રિક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે અજાણ્યા ટ્રક ચાલકે પોતાનુ વાહન પૂરઝડપે ચલાવી લાવી યોગેશભાઈની રિક્ષાને ટક્કર મારતા તેમની રિક્ષા પલટી ખાઈ જતા તેમને ગંભીર ઈજા પહોચી હતી. દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને ફોન કરીને યોગેશભાઈને હોસ્પિટલ લઈ જવાયા હતા.
બીજીતરફ તકનો લાભ લઈને ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. એલ.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યોગેશભાઈનુ ગંભીરઈજાના કારણે મોત નિપજયુ હતુ. આ અંગે જે ટ્રાફિક પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. ટ્રાફિક પોલીસે સીસીટીવીના કુટેજ પણ મેળવ્યા છે.