Site icon Revoi.in

ગુજરાતમાં ગરમીઃ સાત શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર

Social Share

અમદાવાદ : માર્ચ મહિનાના આરંભ સાથે જ રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થયો હતો અને હાલ સમગ્ર રાજ્યમાં આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. એટલું જ નહીં અમદાવાદ શહેરમાં વિવિધ ચાર રસ્તા ઉપર વાહન ચાલકો તડકાથી બચી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં પાણીના જગ મુકવામાં આવ્યાં છે જેથી બપોરના સમયે લોકોને ઠંડુ પાણી મળી રહે. એટલું જ નહીં બપોરના સમયે અમદાવાદ અને રાજકોટમાં ટ્રાફિક સિગ્નલ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન આજે રાજ્યમાં અમદાવાદ સહિત સાત શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધારે રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી બપોરના સમયે લોકો ઘર કે ઓફિસમાંથી કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. તેમજ એસી અને પંખાની સામે રહેવાનું પસંદ કરે છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ સહિત સાત શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધારે રહ્યો હતો. હજુ ગરમીમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. રાજકોટમાં 41.9 , અમદાવાદમાં 41.8 , અમરેલીમાં 41.5, જૂનાગઢમાં 41.5 , ગાંધીનગરમાં 41.2, ભુજમાં 41 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું.