Site icon Revoi.in

રાજ્યમાં ગરમીનો 42 પહોંચ્યો, આગામી દિવસોમાં પારો ગગડવાની શક્યતા

Social Share

રાજકોટ: રાજ્યમાં કોરોનાના કેસ હાલ જે રીતે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે તે રીતે ગરમીનો પારો પણ હવે લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે. રાજ્યના કેટલાક મોટા શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર રહે છે અને ગઈ કાલે પારો 1 ડિગ્રી ગગડ્યા બાદ હવે ફરીવાર પારો 42 ડિગ્રી પહોંચી ગયો છે.

જો કે જાણકારોના મત અનુસાર આગામી દિવસોમાં આ પારો ગગડી શકે છે અને આવતા અઠવાડિયા આ પારો 3થી 4 ડિગ્રી સુધી ઓછો થવાની સંભાવનાઓ છે. હાલ ગરમીના કારણે રોડ પર સર્વિસ કરતા લોકો અને સેલ્સમેન લોકોનો સૌથી વધારે તકલીફ પડી રહી છે.

લોકોને વધારે ડર એ વાતનો છે કે ગરમી તો હેરાન પરેશાન કરી રહી છે પરંતુ સાથે સાથે કોરોનાથી સંક્રમિત થવાનો ભય પણ સતાવી રહ્યો છે.