રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, લોકો પરેશાન
- રાજકોટમાં યલો એલર્ટ જાહેર, કાળઝાળ ગરમીથી નગરજનો ત્રસ્ત
- તાપમાનનો પારો બતાવી રહ્યો છે આકરો મિજાજ
- યલો એલર્ટ , તાપમાન 42 ડિગ્રીને પાર
- કાળઝાળ ગરમીથી નગરજનો ત્રસ્ત
રાજકોટ: શહેરમાં તાપમાનનો પારો આકરો મિજાજ બતાવી રહ્યો છે.સોમવારે શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી નોંધાયો હતો.26 એપ્રિલથી સતત એક અઠવાડિયું હીટવેવની આગાહી હોવાને લીધે મનપાએ યલો એલર્ટ જાહેર કર્યું છે.
રાજકોટનું મહતમ તાપમાન 42 ડિગ્રીને પાર થઈ જવાનાં નિર્દેશ હવામાન કચેરીએ આપ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન તરફથી આવતા ઉત્તર પૂર્વના ગરમ પવનને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે.આ વર્ષે એપ્રિલના પ્રારંભથી જ મે જેવી આકરી ગરમી પડી રહી છે.
બપોરના સમયે રાજકોટવાસીઓ આકરા તાપ અને લૂ નો અનુભવકરો રહ્યા છે . અને હજુ 30 એપ્રિલે રેકોર્ડબ્રેક ગરમી પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે અને આગાહી પણ કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો 4-5 ડિગ્રી સુધી વધી શકે છે. આવામાં લોકો સતર્ક અને સલામત રહેવું જરૂરી છે.